________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
સ્ત્રીઓને સદેશ.
તમને એ અનુભવ ન થયું હોય તે આજના મંગલ દિનથી એ લાગણી તમારા દિલમાં જગાવે. તમે પણ ગુજરાતની પુત્રીઓ છે, ગુજરાત તમારી જન્મભૂમિ છે.
જે માબાપ જન્મ આપે તેમની, તેમના કુળની, તેમની ના તની આબરૂ તમારાથી વધે તે તમારું જીવતર લેખે ગણતું, પણ હવે સાથે સાથે જે દેશમાં તમારે જન્મ થયો હોય તેની આબરૂ વધારવાને ધર્મ પણ ઉત્પન્ન થયું છે. તમારા જન્મપૂર્વે તમારા દેશની–તમારા ગુજરાતની જેવી સ્થિતિ હતી તેવી ને તેવી જ સ્થિતિ તમારા દેહ પડ્યા પછી પણ રહે તે તમારે આ ભવ એળે ગયે છે. આ ભવમાં સારાં કર્મો કરવાથી આવતો ભવ સારે મળતું હોય તે દેશની આંતરડી ઠારવાનાં, દેશની હાલત સુધારવાનાં, દેશને વધારે સુખી, ઉદાર, સબળ અને તવંગર કરવાનાં સુકૃત્યે તમારે આવતે જન્મ જરૂર સુધાર્યા વિના રહેશે નહીં. આથી વિપરીત તમારા કર્મ હશે તે દેહ પડયા પછી દુઃખ પણ તમારે સહેવું પડશે. આપણું દેશની બુરી હાલત કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કઈ પણ દાનથી, વ્રતથી કે ભક્તિથી થઈ શકતું નથી. એ જ દેશમાં જન્મ મેળવી તેની સેવા કરવાથી જ પાપમાંથી મુક્તિ છે.
દેશસેવા માટે ધર્મ છે. દેશસેવા એ કળજુગને મોટામાં મોટો ધર્મ છે. એ ધર્મ પાળતાં થયેલી ચૂકની સજા ભયંકર છે એટલે એ ધર્મ યથાર્થ સમજવા, સમજી બરાબર પાળવાને સંકલ્પ આજના મંગળ દિવસે કરે અને સંકલ્પ પાર પાડવા તમારી સર્વે શક્તિઓ વાપરે.
જન્મભૂમિની સેવા કરવી એ મનુષ્યમાત્રને ધર્મ છે એટલું જાણવાથી સેવા થઈ શકતી નથી. તેને માટે શક્તિ, આવડત અને સાધને જોઈએ છીએ. તમારામાં શક્તિ છે તેને કેળવે,
For Private and Personal Use Only