________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
૧૦૯
નવા વર્ષના બે બેલ.
(સંવત્ ૧૯૭૨) લખનાર –રા રણજીતરામ વાવાભાઈ મહેતા,
બી.
એ
ગુજરાત આપણી સર્વેની જન્મભૂમિ છે. ગુજરાતની શક્તિઓ !
ગુજરાત અને ગુજરાતીએ એટલે?
જેઓ જન્મથી ગુજરાતી ભાષા બોલે છે તેઓ ગુજરાતી છે. જે દેશમાં ગુજરાતી ભાષા વાપરનારા લોકો વસે છે તે દેશ ગુજરાત છે, અને તેના વતનીઓ ગુજરાતીઓ છે. તેમનાં આચારવિચાર, રહેણીકરણી, ખેરાક, પહેરવેશ વગેરે પરથી પણ તેઓ એક દેશના વતની છે એવું જણાઈ આવે છે. આમ ભાષા, વતન અને રીવાજ એક હોવાથી આપણે ગુજરાતીઓ એક કુટુમ્બનાં હોઈએ એવું લાગે છે. ગુજરાતમાં કે ગુજરાત બહાર
જ્યાં જ્યાં આપણે જઈ વસીએ છીએ ત્યાં ત્યાં આપણે દેશ ગુજરાત છે અને આપણે ગુજરાતીઓ છીએ એવી લાગણી આપણને થવી જોઈએ, કારણ કે આપણે એક જ ભાષા વાપરીએ છીએ, એક જ જાતના રીવાજ પાળીએ છીએ અને આપણું સૌની જન્મભૂમિ એક જ છે, પછી ભલેને આપણે પુરુષ હોઈએ, સ્ત્રી હોઈએ કે બાલક હેઈએ, હિન્દુ હેઈએ કે જૈન, મુસલમાન હોઈએ કે પારસી, બ્રાહ્મણ, વાણીઆ, કણબી, રજપુત, વહેરા કે ખોજા ગમે તે હોઈએ. જેમની જન્મભાષા ગુજરાતી છે તેઓ એક કુટુમ્બનાં છે એવી લાગણીને સૈને અનુભવ થવો જોઈએ.
For Private and Personal Use Only