________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ એલ.
૧૦૫
રૂપના ધીમે ધીમે ઉપડતા પડદા ઉપર આતુર આશાથી ચાંટી રહી છે, ત્હમાશ એ સ્વાભાવિક વિકાસમાં અમે નકામું માથું. ન મારીએ ત્યેની અમે સંભાળ રાખવા યત્ન કરીશું, તેમ જ આ વિકાસના શ્રમ તથા કસાટીમાંથી પસાર થતાં હૅમને અમારા સ્નેહ ને અમારા ધર્મ એ કદી પણ સૂનાં—એકલાં પડવા નહિ ઢે, એની ખાત્રી આપવાની શું જરૂર છે?
હિન્દના ભિન્ન ભિન્ન પ્રાન્તમાં વસનારી હિન્દી મહિલાની સૂક્ષ્મસંપત્તિ, જે હજારો વર્ષાં થયાંને હમારા પવિત્ર અમૂલ્ય વારસે છે અને જે સંપત્તિ અવનતિનાં સૈંકડા વર્ષો થયાં હજી સજીવન રહી છે, તે સૂક્ષ્મસંપત્તિ રેમ્સે મેકડોનલ્ડ જેવા કાઈ કોઈ ભાવિક ચકાર પરદેશીઓને હજી પણ દર્શનથી આનન્દ આપે છે, અને એ સંપત્તિ આ નવા યુગમાં નવીન કલ્યાણ લાવશે એવી સાક્ષી અમારૂં હૃદય દઢ શ્રદ્ધાથી પૂરે છે. તારુદત્ત ને સરોજિની નૈડુ, સત્યમાલા ને સરલાદેવી, તથા એવી અન્ય રત્નરૂપ મહિલાઓ જુદા જુદા પ્રાન્તમાંથી ઉત્પન્ન થતી જાય. છે. જેમ વિદ્યા-શક્તિ-ભાવના આદિ વધે છે, તેમ તેમ ગૃહના ને જાહેર પ્રજાના જીવનમાં સ્ત્રીનું સ્થાન પુનઃ માનભર્યું થતું જાય છે; તેમ તેમ તેઓનાં કષ્ટ ને ફ્લેશ વધારે પ્રકાશમાં આવે છે, આછાં કરવામાં આવે: છે, ને પરિણામે જીવનમાં વધારે સુખ, વધારે આનન્દ ને વધારે નિર્ભયતા પ્રકટી નિકળે છે; અને તેમ તેમ જીવનસહચરી તરીકે તથા પ્રજાની જનની તરીકે હિન્દની મહિલાએ અમારી ભાવનાઓની વધારે સમીપ આવી પહાંચે છે,
આર્યમહિલાએ ! ભારતના ભવિષ્યમાં મ્હને પૂર્ણ શ્રદ્ધા છે, અને તે શ્રદ્ધાના મ્હાટા આધાર એ છે કે ભારતના સ્ત્રીત્વમાં મ્હને ઊંડા વિશ્વાસ છે. ઘણી ઘણી રીતે અત્યારે પાતાને ઉચિત સ્થાનથી ભ્રષ્ટ થયેલું એ સ્ત્રીત્વ, આપણી “પૃથ્વીાની” સનાતન લાકભાવનાઓનાં શ્રેષ્ઠ તત્ત્વાની સાથે પશ્ચિમની વર્તમાન ભાવના
For Private and Personal Use Only