________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
સ્ત્રીઓને સશ.
મુખ્યત્વે આપણા હિન્દના દાદાના જયન્તીમહોત્સવને ઉદ્દેશીને બોલું છું. એથી ૯મે મુંબાઈને જ નહિ પણ આખા હિન્દુસ્થાનના પુરુષવર્ગને શરમાવ્યું છે, એની કેનાથી ના કહી શકાશે? અને હૈયે, વીરપૂજનની હમારી સુન્દર વિધિ પૂજકપૂજ્ય ઉભયને ઉચિત છે, એની પણ કેણ ના પાડી શકશે? વિરપૂજા–સન્તસેવા એને દરેક દેશે વખાણી છે. ભારતે તે પ્રાચીનમાં પ્રાચીન કાળથી તે ઉપદેશી છે. છતાં વર્તમાન હિન્દમાં સાધુ, સન્ત વગેરેનાં સત્ય લક્ષણ વિસરાયાં છે, ને સન્તસેવા ઘણાં અનિષ્ટોનું તથા દુષ્કર્મોનું આશ્રયસ્થાન થઈ રહી છે. તેવા કાળમાં સત્તસેવાનું હમારું આ રમણીય દષ્ટાન્ત ઘણું જ સ્થાને છે. સઃસેવાની આ સાત્વિક વાસના ને યથાર્થ ભાવના સમસ્ત હિન્દના સ્ત્રીહદયમાં રૂઢ થાઓ કે જેને પરિણામે ભારતને સન્તસંતતિનું સુખ પ્રાપ્ત થાય-એ મંગલ ઈચ્છા આજ અપ્રસ્તુત નહિ લેખાય.
હિન્દનું સીત્વ–છેલ્લી મંગલ કામના.
સન્નારીએ ! ગુજરાતના સ્ત્રી જીવનમાં નવચેતનનું કુરણ થયું છે, નવીન ઉજાસ આવ્યો છે, એમ મહેં કહ્યું છે. એમાં પહેલાંના કાળને વગેવવાને હારે આશય નથી. હારે ભાવાર્થ એટલો છે કે વિદ્યા, નીતિ, જ્ઞાન, કળા આદિમાં એકંદરે ઉન્નતિ તરફ હમારું પ્રયાણ થઈ ચૂક્યું છે; હુમારી સ્થિતિની સમજણ તથા તે સ્થિતિને સારી બનાવવાની ઈચ્છા હમારામાં ચંચળ થઈ છે, એનાં શુભ પરિણામે, કાંઈક અમારા ખાનગી ગૃહજીવનમાં ને કાંઈક જાહેર પ્રજાજીવનમાં, હમારા સહચાર તથા સમભાવથી પ્રાપ્ત થયેલા બળના રૂપમાં, અમે જોઈએ છીએ.
હિન્દને સદભાગ્યે ગુજરાત એકલામાં આવી જાગૃતિ આવી છે એમ નથી. હિન્દના બીજા પ્રાન્તમાં પણ વધતા ઓછા પ્રમાણમાં સ્ત્રી જીવનમાં ફેરફારને આરંભ થઈ ચૂક્યું છે. હિન્દના વિચારકેન-હિન્દના પુરુષવર્ગની-દષ્ટિ આ વિકાસના અભિનવ
For Private and Personal Use Only