________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
સ્ત્રીઓને સન્દેશ.
આમાંથી શોધી કાઢેલાં જરૂર પૂરતાં શ્રેષ્ઠ તત્ત્વાને વણી લઈ, આ દ્વિગુણસંસ્કારથી સંસ્કારિત થયેલું, એવું નૂતન સ્રીત્વ પ્રકટ કરશે કે તે એવા જ સંસ્કૃત થયેલા હિન્દના પુરુષત્વને સર્વથા ઉચિત થશે, અને દેશના ભાવિ ઉત્ક્રય માટે એક મ્હોટામાં મ્હાટી સંપત્તિરૂપ બનશે. નવીન હિન્દની આ નવી હિન્દમહિલા હિન્દ્રદેવીની પુન: ચૈાવનશ્રી પામેલો મૂર્તિના જાણે પુનઃ સાક્ષાત્કાર કરાવશે. કવિશ્રી ન્હાનાલાલ કહે છે તેમ
“ અવનીના આધ્યાત્મિક ઉદ્ધારને અર્થ જન્માવી છે ભારતમાતા જગન્નાથે, ને જીવતી રાખી છે હજીયે. જીવતી રહેશે, ને જીતશે.”
એવી ભારતમાતાની એવી હિન્દમહિલા થશે.
ગેાવર્ધનરામ અમરશબ્દોમાં કહી ગયા છે કે “લાક એમ માને છે કે સ્ત્રીએ અને રાજ્યને શું સંબન્ધ છે ? પણ સ્રી વિના ગૃહ નથી, ગૃહ વિના પ્રજા નથી ને પ્રજા વિના રાજ્ય નથી. સ્ત્રીની સુસ્થિતિ વિના રાજાઓનાં મન્દિરા મોડાં વ્હેલાં ભ્રષ્ટ થાય છે; ને સ્ત્રીના ઉત્કર્ષ વિનાનાં પ્રજાનાં ગૃહામાં ફ્લેશ અને ચિન્તા જાળાં ખાંધે છે; અને અસ્વસ્થ ગૃહના સ્વામી ગૃહમ્હાર ગૃહની ચિન્તાએથી ગ્રસ્ત રહી ફરે છે ને મ્હારની ચિન્તાઓમાંથી, શ્રાન્તિમાંથી કે મનના ગુંચવારાઓમાંથી મુક્ત થવા અજ્ઞગૃહિણીના ધર્મસહચારની આશા રાખી શકતા નથી.” (“સરસ્વતીચન્દ્ર” ભા. ૪, પૃ. ૭૪૩.)
સ્ત્રીપુરુષના ધર્મસહચાર,
સન્નારીએ ! પવન ને પવનના હૃદયમાં રહેલ સુગન્ધની સમાન દમ્પતીને આ રમણીય સહચાર, કવિઓએ ગાયેલા એ
For Private and Personal Use Only