________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
ગુજરાતની સ્ત્રીસંસ્થાઓ.
મ્હેં આરંભમાં કહ્યું છે કે ગુજરાતમાં સ્ત્રીસાહિત્ય તેમજ સ્ત્રીસંસ્થા એ બન્નેએ ગુજરાતના સ્રીજીવન ઉપર ઘણી સારી અસર કરી છે. સ્ત્રીસાહિત્યના પ્રમાણમાં સ્ત્રીસંસ્થાએ હજી કિશારાવસ્થામાં છે. તેથી હેના સમૂહ, હેનું મળ, વ્હેની પ્રવૃત્તિ સર્વ શ્રીસાહિત્યના કરતાં ઘેાડાં હોય તેમાં આશ્ચર્ય નથી. સાહિત્યના જેવી ઊંડી ને ચિર’જીવ અસર સંસ્થા ન કરી શકે તેાપણ સમૂહબળને લીધે, પ્રત્યક્ષ સંમેલનને લીધે, તથા વિશેષ વ્યાવહારિક્તાને લીધે એની અસર ઘણી વાર ત્વરિત ને સંગીન થાય છે. વળી સંસ્થાએ સાહિત્યના ઉન્નત ને વ્યાવહારિક આશાને અનુકૂળ રીતે કાર્યસાધના આરંભે તે તેની અસર વધારે સારી થાય, એ પણ સ્વાભાવિક છે.
ગુજરાતની સ્ત્રીસંસ્થાઓમાં એક તરફ ‘સુન્દરીસુબેધ” જેવી સંસ્થા છે, કે જેની વ્યવસ્થામાં સ્ત્રીઓને કશે। ભાગ નથી છતાં જે સ્ત્રીહિતનાં કાર્યોંમાં જ પરાયણ છે, ને જેણે એકલે હાથે ગુજરાતની સ્ત્રીએમાં ઘણી જાગૃતિ ને વિદ્યા ફેલાવી છે, ને બીજી તરફ સેવાસદન, વનિતાવિશ્રામ, આર્યસમાજનું મહિલામંડળ, મુંબાઈ ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ વગેરે સ્ત્રીપુરુષ બન્નેની મિશ્ર અથવા મ્હાર્ટ ભાગે સ્ત્રીઓની જ વ્યવસ્થા તળે કાર્ય ચલાવતી સંસ્થાઓ છે. આ સંસ્થાઓના કાર્યને અભિનન્દન આપીને હું એમ નથી કહેવા માગતા કે તે આપણા ગુર્જરપ્રાન્તને જરૂર છે તેવું સતત વ્યવસ્થિતને ફળદાયક કાર્ય હંમેશાં કર્યાં કરે છે. કેટલીક સંસ્થાએ તે ખરૂં જોતાં એક કે બે વ્યક્તિને લીધે જ ચાલતી હાય છે. પરંતુ મ્હારા આશય એ છે કે અધિપતિની ખુરશીએ બેશી ટીકા કરવાના સ્કેલે માર્ગ લેવાને બદલે, આપણા દરેક વિચારશીલ મનુષ્યે વસ્તુત: સિદ્ધ થતું હાય તે કાર્ય જોવાને યત્ન કરવા અને તે ખામીઓ દૂર
For Private and Personal Use Only