________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
સ્ત્રીઓને સન્દશ.
રમણીઓના કર્ણને માટે વાગે છે, જ્યારે ન્હાનાલાલને પ્રભાવશીલ તથા જરા વધારે વિવિધ સુરવાળે સિતાર સ્ત્રીપુરુષના ઉભયના કર્ણને માટે વાજે છે, ને હાલની સ્થિતિમાં તથા નવીનતા, અપરિચય વગેરેને લીધે સ્ત્રીહૃદયમાં મોડો પ્રવેશ પામે છે. ખાસ સ્ત્રી સાહિત્યમાં તેટલે અંશે લલિતનું સ્થાન અધિક છે.
બધુસમાજ અને “સુન્દરીમુબેધ.” થોડાં વર્ષ થયાં અમદાવાદમાંથી સ્ત્રી સાહિત્યને ઘણું મહત્વનું પિષણ મળ્યું છે. “સુન્દરી સુબોધ” પત્રમાં તેમ જ તે પત્રને
અંગે જે જે સ્ત્રી સાહિત્ય ઉત્પન્ન થયું છે તે, શુદ્ધ સાહિત્યની દષ્ટિએ એટલા બધા ઉંચા પ્રકારનું નથી તોપણ, ઉપગિતામાં વિદ્યા સુવિચાર તથા શુભ આચાર પ્રવર્તાવી ઉન્નતિ સાધવામાં, તથા આનન્દ વિનોદ ને કાળક્ષેપની એક હિતકારક સામગ્રી પૂરી પાડવામાં, એણે ગુર્જર સુન્દરીઓની અમૂલ્ય સેવા બજાવી છે ને હજ બજાવે છે. “બધુસમાજે” ખરેખર ગુજરાતની મહિલાઓનું બધુકૃત્ય કર્યું છે, અને એ સમાજની અંદરના તેમ જ બીજા કેટલાક બહારના ગૃહસ્થોએ જે શુભ શ્રમ, ખંત, ઉત્સાહ ને નારીપ્રતિષાની ઉચ્ચભાવનાથી વિવિધ સેવાઓ હમને સમપ છે, હેની હમે-ગુજરાતની મહિલાઓ એગ્ય કદર કરશે જ.
સસ્તાસાહિત્ય” તરફથી તેમ જ વૈદ્ય અમૃતલાલ સુન્દરજી પઢીઆર તરફથી જે પ્રસાદી રજુ થઈ છે તે પણ હારે ભૂલવી ન જોઈએ. રા. પઢીઆરની લેખિની તો ખાસ કરીને ઘણા વર્ષોમાં પરિચિત ને માનીતી થઈ ચૂકી છે. સાહિત્યના કેટલાક શિષ્ટ સુન્દર અંશેની ખામીવાળી હોવા છતાં એ લેખિનીમાં એક બળવાન હૃદયનું જેસ, એક વક્તાનું વતૃત્વ અને હિન્દુજીવનના બારીક અભ્યાસીનું મર્મગ્રાહી અવલોકન છે. એ લેખિની–હું ભૂલતે ન હેલું તે-પુરુષવર્ગમાં જેટલી અસરકારક થઈ છે તેટલી જ સ્ત્રીવર્ગમાં પણ થઈ છે.
For Private and Personal Use Only