________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્ડેશ.
જીવનકથાઓ લખીને, અને, તેથી પણ વિશેષ તે, બંકિમચન્દ્ર વગેરે શિષ્ટ બંગાલી લેખકેની હાની પરંતુ સુન્દર, ભાવભરી,
સ્નેહ ને હિન્દુજીવન-સ્નેહ ને મનુષ્યજીવન એ સર્વની વિવિધ રંગી ઘટનાઓ તથા હૃદયભેદક મુશીબતે રજુ કરતી, વિશુદ્ધ પ્રેમની સાથે અમારી આત્મસમર્પણને સંગ કરનારી ઉદાર સુન્દર મૂતિઓથી ભરેલી, એવી કાંઈ કાંઈ મોહક કથાઓને ગુર્જરભાષામાં ઉતારી, સ્ત્રી સાહિત્યમાં પણ એક ઘણે સમૃદ્ધ પ્રવાહ ઉમેર્યો છે. આ કાર્ય હજી પણ કેટલાક લેખકોએ, નારાયણના કરતાં વધારે નિર્દોષ ને વધારે કમળ શૈલીથી, ચાલુ રાખ્યું છે. એવી સત્તાવાળી સ્વતંત્ર ગુજરાતી કથાઓ લખનાર કેઈ હજી નિકળ્યું નથી, પણ આ બંગાળી પ્રવાહ અત્તરના અનુમોદન-ગ્ય તથા પૂર્ણ સત્કારને પાત્ર છે એ તે નિ સંશય છે.
લલિતનાં કાવ્ય.
પરંતુ ગુજરાતનું જે નવું કાવ્યસાહિત્ય છે તે સ્ત્રી જીવનના સંબન્યમાં પણ કેટલેક અંશે નૈસર્ગિક પ્રતિભા તથા અપૂર્વ રચનાશક્તિના ચમકારા દેખાડી આપે છે. મહારા નમ્ર વિચાર પ્રમાણે, આ નવા કાવ્યસાહિત્યમાં, સૌન્દર્ય તથા કલાને વિશેષ સ્થાન મળ્યું છે, સ્ત્રીઓ, સ્નેહ, મનુષ્યજીવન, દેશેન્નતિ વગેરેને બુદ્ધિની તેમ જ રસની તથા ભાવનાની કાંઈક ઉચ્ચતર ભૂમિથી નિરખવામાં આવ્યાં છે-કાંઈક ઉચ્ચતર ભૂમિ ઉપર લાવવાને પણ યત્ન કરવામાં આવે છે. આ સર્વમાં અત્યારે તે, સંગીત, સૈન્દર્ય ને નેહને લલિત યેગ કરનાર, ગૃહ, દેશ ને જીવનની ઉચ્ચ ભાવનાઓ અતિ કેમળ તથા સુકુમાર રૂપમાં મૂકનાર લલિતનાં કાળે સૌથી વધારે હૃદયસ્પર્શ થયાં છે, અને ઘણે લાંબે કાળ હૃદયવાસી રહેશે એમ સ્પષ્ટ જણાય છે. રા. ન્હાનાલાલ કહે છે તેમ, “વનઘટામાં ઊડી ઘેરાયેલી કેફિલ ધીરૂં-અતિ ધીરૂં સુકોમળ ટહુકે, એ લલિતનાં કેટલાંક કાવ્યને ટહુકે છે.
For Private and Personal Use Only