________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
પરંતુ, સન્નારીએ, ગુજરાતી સાહિત્યનું આ ટુંકું અને અનિવાર્યતાયે અધૂરું એવું અવલેકન હારે હવે બન્ધ કરવું જોઈએ. “વસન્ત” “સુન્દરી સુબેધ” સાહિત્ય “સત્ય” વગેરેના પ્રયાસથી ગુજરાતી સાહિત્યમાંના શ્રેષ્ઠ ગ્રન્થની તેમ જ સ્ત્રીઉપયોગી પુસ્તકની જુદી જુદી યાદી પ્રકટ થઈ ચૂકી છે, હેને જેવાથી હારા કહેવામાં જે અપૂર્ણતા રહી હશે તે પૂરી થશે. આ યાદીઓની સાથે કાંઈક માર્ગદર્શક અવકનની જરૂર કેટલીક સ્ત્રીવાચકે ને તથા હુને પિતાને જણાયાથી, હેની કાંઈક રેખા મૂકવાને મહું આ ભાગેટૂ યત્ન કર્યો છે. યત્નથી હૃમને ગુજરાતી સ્ત્રી સાહિત્ય પ્રતિ વિશેષ રુચિ થાય, અને હેને પરિચય કરવામાં કાંઈક પણ ઉત્સાહ કે મદદ મળે તે હું કૃતાર્થ થઈશ. હમારા મંડળે ગુજરાતી સાહિત્યના સારા ગ્રન્થોનું વિદ્વાને પાસે જાહેર વાચન કરાવવાના વર્ગ ઉઘાડયા છે એ ઘણી સારી પ્રવૃત્તિ છે, અને એને લાભ હમે સ્વાનુભવથી જોઈ શક્યાં હશે એમ હું આશા રાખું છું. ખરેખર, આપણું સ્ત્રી સાહિત્ય બધું ભેગું કરીએ તે, હમારા જીવનની સર્વ દિશાઓને સ્પર્શી શકે એવું વિવિધ કે એવું સમર્થ તે નથી જ; તેમ જ તેમાં અમુક અમુક અંગે ન્યૂન છે એમ દર્શાવી, હેના એગ્ય વિકાસ તથા વિસ્તારને માટે ઘણે સમય જોઈશે, એમ પણ વિદ્વાન વિવેચક કહી શકશે એ સત્ય છે. પરંતુ અત્યારે તે જે છે તે જ કામનું છે, અને જે છે તે નિર્માલ્ય નથી, પણ હેને હૂમે હૃદયમાં વણી લઈ શકે તે નિસંશય કલ્યાણ પામે એવું છે એ જ મ્હારે કહેવાનું છે. એથી વિશેષ જે હું કાંઈ પણ ચિગ્ય રીતે ઉમેરી શકું તે તે એ જ છે કે હાલના આ સાહિત્યની ન્યૂનતાએ પૂરવા માટે અમે પુરુષે જે પ્રયાસ કરીએ તેમાં હમે બહેને પણ સામેલ થાઓ અને અમારી લક્ષમી છે તે અમારી સરસ્વતી પણ બને.
For Private and Personal Use Only