________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્ડેશ.
કારક રીવાજે માન્યતાઓ વગેરેની સખ્ત ઝાટકણી કાઢી, વિચારને પ્રગતિકારક વિચારને ઉત્તેજિત કરવાને એમનો યત્ન હતે. એમની શૈલી સરલ સચોટ ને સીધી સટ હતી, અને તેથી કરીને હેની સફળતા પણ તેવી થઈ , પણ તેમાં સાહિત્યની વિશેષ ઉચ્ચ કલા, સુન્દરતા, વિવિધતા,
મેહકતા વગેરે ગુણે સ્વાભાવિક રીતે ન્યૂન હતા. મણિલાલ નિભુભાઈના લેખોમાં પણ આ અંશે હાજર નથી, જો કે એમનાં જેસ, સ્પષ્ટતા, સૂક્ષ્મતા તથા એકંદરે ગદ્યશૈલીનાં ઘણાં ઉચ્ચ લક્ષણોને લીધે, એમના લેખે વધારે સારી પેઠે વંચાયા, હજી પણ સંમાનોગ્ય રહ્યા છે, અને એમના “બાળવિલાસ વગેરે તે હજીયે કન્યાઓને માટે ઉત્તમ ગ્રન્થની ગરજ સારે છે. શ્રીમદ્ નૃસિંહાચાર્ય “ભામિનીભૂષણ” થી વિશેષ રસ તથા વૈવિધ્ય આણવા ઘણે સારે પ્રયાસ કર્યો, અને એ તથા એના જેવા બીજા ગ્રન્થની લોકપ્રિયતા હૈની સફળતાની સાક્ષી પૂરે છે. પરંતુ એમાં રસ ને જ્ઞાનનું ફક્ત મિશ્રણ થયું, પણ કાવ્યના જે રાસાયણિક સંયેગ થઈ બન્ને એકરૂપ થયાં નહિ. પરાણે પરણાવેલાં દમ્પતીની પેઠે, એક ઘરમાં રહેવા છતાં તે મળી ગયાં નહિ પણ પૃથક પૃથક્ જ રહ્યા. પરિણામે ઘણા વાચકે જ્ઞાનકથાને એમની એમ રહેવા દઈ બીજા રસ પડે એવા વાર્તાના વિભાગનું જ વાંચન કરતા. આ સ્વાભાવિક હતું. હાલના ઘણા સારા સારા ગ્રન્થની પણ આવી દશા છે, એ દિલગીર થવા જેવું છે
છેક કવિતા થઈ ગયા વિના કાવ્યના રસ તથા આકર્ષણના ગુણે, સૌન્દર્ય તથા કલાથી આનન્દમેહ કરવાના ગુણ, વિચારમાળા કે જ્ઞાનની યુક્તિઓથી શીખામણ આપવાને બદલે સંગીતની પેઠે હૃદયમાં અજાણ્યે સંચરી હૃદયને વશ કરી લેવાના ગુણ સંક્ષેપમાં આપણે જેને પ્રિયવાદિની–હિતકારિણી કાન્તાના ગુણે કહીએ છીએ એવા ગુણે, ગુર્જર સ્ત્રી સાહિત્યમાં બહુ થોડા થઈ
For Private and Personal Use Only