________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
ગયા હતા. તેથી, જે કે એ સર્વ સાહિત્ય બીજા ગુણોને લીધે ઘણું કીમતી તથા ઉન્નતિકારક છે, અને જ્યાં જ્યાં બાબર વંચાશે ત્યાં ત્યાં તે શુભતાની જ પ્રેરણા કરશે, તેપણ હેની આકર્ષકતાની ખામીને લીધે, હેને વિષે વાત કરનાર વધારે નીકળે છે ને વાંચનાર ડાક જ મળી આવે છે.
પરંતુ હવે આવાં તત્ત્વવાળું સાહિત્ય પણ ગુજરાતમાં થયું છે, અને તેથી સાહિત્યમાં જેમ વધારે વિવિધતા થઈ છે, તેમ વધારે વાચકેની રુચિનું પિષણ થઈ શકે એમ છે. આ તત્ત્વોને લાવનાર આરંભના સ્ત્રી સાહિત્યમાં રા.રા. રણછોડભાઈનું “લલિતા દુઃખદર્શક નાટક” ને ઘણું દષ્ટિએ બહુ અગત્યનું લાગે છે. એની તાત્કાળિક અસર પણ સારી પેઠે થઈ હતી. સ્ત્રી જીવનના એક મોટા અને કૂર અન્યાય તરફ જે સમર્થતાથી આ નાટકે લક્ષ ખેંચ્યું તેટલી સમર્થતા સ્ત્રી જીવનના બીજા કેઈપ્રશ્નની બાબતમાં ગુજરાતી સાહિત્યમાં મ્હારી દષ્ટિએ નથી પી.
સરસ્વતીચન્દ્ર, પરંતુ સ્ત્રી સાહિત્યની તેમ જ સામાન્ય ગુજરાતી સાહિત્યની આ ખામી બરાબર પૂરનાર પ્રથમ ગ્રન્થ તે “સરસ્વતીચન્દ્ર ને પ્રથમ ભાગ હતો, એમ મહારું માનવું છે. એ અને એના પછીના ભાગે, જેમ ગુર્જર સાહિત્યના અત્યારે મુકુટરૂપ છે, તેમ આપણું સ્ત્રી સાહિત્યની દૃષ્ટિથી પણ એ ગ્રન્થરત્નને જ આપણે પ્રથમ સ્થાન આપી શકીશું. ગોવર્ધનરામના પિતાના હૃદયમાં તેમ જ જીવનમાં સ્ત્રી જાતિ પ્રતિ અપાર કમળતા તથા સદ્ભાવ હતાં. હિંદની સ્ત્રીઓની દશા સંબન્ધી જે જે વિલાપ એમના લેખમાં નજરે પડે છે તે ઉંડા અન્તરમાંથી નીકળ્યા હતા, અને એમના સંબન્ધમાં આવનાર બુદ્ધિશાળી સ્ત્રીઓએ તે આ કરુણા વારંવાર જોઈ પણ હશે જ. ખરે, મહારા નમ્ર મત પ્રમાણે, હિન્દના સ્ત્રીજીવનને કેઈ અભ્યાસી, એ વિષયમાં ગોવર્ધનરામે કે
For Private and Personal Use Only