________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ
તમને માત્ર દષ્ટાન્ત જ આપ્યાં. હજી એક વધારે આપે. આપણે ત્યાં વિલાયતી કાયદો જ દાખલ થતાં ત્યાંના જેવું જ ધારણ રખાયું છે. પણ આગળના વખતમાં તેમ નહોતું. આખા વિલાયતમાં વકીલાતને ધંધે સ્ત્રી કરી શકતી નથી. શ્રીમત્ શંકરાચાર્ય અને મંડન મિશ્રને વાદ થયે તેમાં ન્યાયાધીશ તરીકે શ્રીમતી સરસ્વતીને સ્વીકાર્યા હતાં! આપણી તરફ સ્ત્રીઓની સમાનતા અસલથી સ્વીકારાઈ છે જ. પત્ની એ હિન્દુશાસ્ત્રમાં સહધર્મચારિણી કહેવાય છે; દરેક ધર્મકાર્યમાં પત્નીને સહચાર જરૂરને કહે છે, વળી એકલા પુરૂષથી થઈ શકે તેવાં કાર્ય એકલી સ્ત્રીથી પણ થઈ શકે છે. આવી રીતે જોતાં તમે જોઈ શકશે કે અસમાનતાની ફરીયાદમાં સંપૂર્ણ સત્ય નથી. સમાનતા અસમાનતાને વિચાર જ પશ્ચિમ તરફનવા વા તેની સાથે આવ્યું છે. તે પહેલાં તે વિચાર ફરીયાદરૂપે ભાગ્યે જ જોવામાં આવશે. કારણ, મેં આગળ કહ્યું છે તે જ, આપણે ધર્મની દરકાર કરતા, હકની નહિ.
કર્તવ્ય પ્રમાણે ધર્મ.
અને ધર્મ જુઓ તે સ્ત્રીપુરુષના શરીરમાં ભિન્નતા છે, તેમની પ્રભુદત્ત શક્તિઓમાં ભિન્નતા છે તે અનુસાર ધર્મમાં પણ ભિન્નતા હેવી જ જોઈએ. સ્ત્રીના શરીરની કમળતા અને પુરૂષના શરીરની કઠોરતા એ પ્રભુની આપેલી ભિન્નતા છે, અસમાનતા છે. પશુપક્ષીમાં પણ તે ભેદ છે. મનુષ્યજાતિમાં પણ છે. તે અસમાનતા ધ્યાનમાં લઈ સ્ત્રી પુરૂષનાં કર્તવ્ય નક્કી થયાં છે અને કર્તવ્ય પ્રમાણે ધર્મ છે. સ્ત્રીઓ માટે ગૃહનું કર્તવ્ય ઠર્યું. તેમનાં શરીર, તેમની બાળકને ઉછેરવા આદિની સ્વાભાવિક ફરજે, બહારની જીંદગી માટે કુદરતી રીતે જ તેઓને ઓછા લાયક બનાવે છે. જે સ્ત્રીઓએ સ્ત્રીરૂપે-પત્નીરૂપે-માતારૂપે રહેવું હોય, તે તે સૌએ વગર આનાકાનીએ સ્વીકારવું જ જોઈએ કે સ્ત્રીઓથી બહારના વ્યવહારમાં રહી શકાય તેવું નથી.
For Private and Personal Use Only