________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૭૫
આર્યત્વ નષ્ટ થાય તેમાં કેને દોષ? બાળકની સ્થિતિ કેટલી દયાપાત્ર છે એ હિન્દની માતાઓને બતાવવાની બહુ જરૂર છે, પરંતુ દીલગીર છું કે અત્યારે સમય અને પ્રસંગ મને આટલાથી વધારે કહેવાની છૂટ આપે તેમ નથી. ત્યારે, પહેલી બાબત, જે દરેક વર્ગ અને દરેક સ્થિતિની બાઈને લાગુ પડે છે તે એ કે માતા તરીકે તમારામાં કેટલી લાયકાત છે તે વિચારે, સારી માતા તમે કેવી રીતે થઈ શકે તેની ચિંતા કરે. માતાને ગ્ય જ્ઞાન આપવા માટે વર્ગો કાઢે. સ્ત્રી માતા થાય તે પહેલાં માતા તરીકેની ગ્યતા તે મેળવે એવો આગ્રહ રાખે? આમાં ન બને તેવું કાંઈ નથી. માત્ર વસ્તુસ્થિતિનું ભાન અને કાંઈ કરવું જ જોઈએ એ નિશ્ચય; એ બે હોય તે ઘણું થઈ શકશે.
માંદાંની માવજત.
સર્વ વર્ગને લાગુ પડે તેવી બીજી બાબત માંદાની સંભાળ કેવી રીતે લેવી એ જ્ઞાન છે. સૃષ્ટિનાં ધોરણે મંદવાડ તે દરેક ઘરમાં કઈને કઈ વખતે આવે છે જ, અને તે વખતે સ્ત્રીઓની જ મદદ જરૂરની છે એ પણ સ્વીકારાયું છે જ. તવંગર લેકે નર્સ વગેરે રાખી શકે છે તે પણ આજારીને માતાની કે પત્નીની કે બહેન કે પછી દરની પણ સંબંધી સ્ત્રીની માયાભરી સારવાર જે શાંતિ આપી શકે છે તેવી શાંતિ ગમે તેવા ઉંચા ગુણવાળી પણ પગારદાર નર્સની સારવાર આપી શકે નહિં એ મને તે સ્વત સિદ્ધ જ લાગે છે. સારવાર સારી કરવા માટે શરીરશાસ્ત્રના અને વૈિદકશાસ્ત્રનાં ડાંઘણાં જ્ઞાનની જરૂર છે અને તેવું જ્ઞાન જરૂરનું છે એમ તમે સ્વીકારે અને મેળવવા પ્રયાસ કરે તે તેને માટે જોઈએ તેવી સગવડ આ તમારું મંડળ આપી શકે તેવું છે. અકસ્માત માટેના વર્ગો તે ઉઘાડવામાં આવ્યા છે એ બધાં જાણતાં હશે. ઈચ્છું છું કે તેવા વર્ગને લાભ તમારામાંથી દરેકે દરેક જણ લેવા માટે નિશ્ચય કરી રાખે.
For Private and Personal Use Only