________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૭૩
મને અહિને કાંઈક અનુભવ મળેલ હેવાથી હું કહી શકું છું કે તમારામાંથી કઈ જ્યારે લાખે ગણાય તેટલા ધનના માલિક હશે ત્યારે કેઈને મહિનાની આવકમાંથી માંડમાંડ પૂરું થતું હશે. તે સ્થિતિફેર જે હું લક્ષમાં ન રાખું તે મારે જે કહેવાનું છે તેની અસર કેઈને પણ થાય જ નહિ. એટલે ફરીથી કહું છું કે હિન્દુ સંસારનાં જુદાં જુદાં ઘરને અને જુદી જુદી સ્થિતિ એને પ્રભુએ મને જે કાંઈ અનુભવ અપાવ્યું છે તે ધ્યાનમાં રાખીને જ હું તમારી પાસે મારી પ્રાર્થના રજુ કરીશ. દુનિયામાં એક વખતે જેની પાસે દાણ વધારે હોય તે વધારે સુખી અને વધારે સારો કહેવાતે; હવે નાણું વધારે હોય તે વધારે સુખી અને વધારે સારી કહેવાય છે. એટલે નાણુને લીધે જ સ્થિતિને ફેર થાય છે. પરંતુ નાણુને તફાવત અસર ન કરે એવી એકાદ બે બાબત છે. તે સૌને સરખી રીતે જ લાગુ પડે છે માટે તે વિષે પહેલાં કહીશ. તેવી પહેલી બાબત એ છે કે તમે સઘળાં માતા હશે અગર થશે. સ્ત્રીઓ માત્ર, શું તવંગર કે શું ગરીબ, માતા થાય છે અને દરેક માને પિતાનાં છોકરાં પ્રત્યે એકસરખી જ લાગણી હોય છે. ધનથી કે રૂપથી તેમાં કશે ફેરફાર કે તફાવત પડતું નથી. જ્યાં જ્યાં મનુષ્યત્વ છે ત્યાં ત્યાં માતાપણું અને બાલપ્રત્યે હાલઘેલાઈ છે. મનુષ્યત્વ છે ત્યાં જ નહિ, પણ જ્યાં જ્યાં પ્રાણત્વ છે એમ મારે કહેવું જોઈએ. માતા થવાને ધર્મ ત્યારે દરેક સ્ત્રીને પ્રાપ્ત થાય છે. આવી સર્વને જ્ઞાનની સ્થિતિ વિષે પણ તમે કદી વિચાર કર્યો છે? માતા તરીકે શા શા ધર્મ પ્રાપ્ત થાય છે એ તમારામાંથી કેઈએ કદી વિચાર્યું છે? છોકરાંને કેમ ઉછેરવાં, તેમના તન મનને કેવી રીતે કેળવવાં, તમારાં છોકરાં ઉત્તમ મનુષ્ય બની, તમારી કુખને શોભાવે અને માતાના નામને દીપાવે તેવું તમે નથી ઈચ્છતાં? છતાં માતા તરીકે તમારે કેટલું જ્ઞાન જોઈએ એ તમે કદી વિચાર્યું છે? માતાના વિચારથી અને માતાના વર્તનથી બાળકને કેવી અસર થાય છે બાળકનાં મન અને બાળકના અવયવ કેવી રીતે વિકસિત અને વિવૃદ્ધ થાય
For Private and Personal Use Only