________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાં વર્ષના બે બોલ.
૭૧
જે છે. આ વિચાર ખ જ માની લેવાય છે એટલે તેના પરથી તરત જ દલીલ લાવી દેવાય છે કે સ્ત્રીઓને ક્યાં કમાણી કરવા જવું છે કે કેળવણીની જરૂર હોય. સદ્ભાગ્યે આ વિચાર અને આ દલીલ હળવે હળવે નિર્બળ થતાં જાય છે. પણ હજી કેળવણીની દિશા નિર્ણત થઈ નથી. દરેક જણને બે જાતની કેળવણીની જરૂર છે. એક તે સાધારણ કેળવણું અને બીજી ખાસ કેળવણી મનુષ્યમાત્ર મનુષ્ય છે માટે તેની–બધી શક્તિઓને અમુક હદ સુધી કેળવવાની જરૂર છે એમ સ્વીકારી અમુક જાતની કેળવણી મનુષ્યમાત્રને આપવી જોઈએ, આવી કેળવણી તે સાધારણ કેળવણી. આવી કેળવણી મળ્યા પછી જે માણસને જે કામકાજમાં પ્રવૃત્ત થવું હોય તે કામકાજની માહિતગારી અને કુશળતા મળે તેવી જાતની કેળવણી આપવી જોઈએ અને તે કેળવણને ખાસ કેળવણી કહી શકાય. સ્ત્રીઓ મનુષ્ય છે માટે સાધારણ કેળવણું તે દરેકને મળવી જોઈએ. સાધારણ કેળવણમાં સ્ત્રી અને પુરૂષને ભેદ રાખવાની જરૂર નથી. બધી નાતજાતને અને બધી વ્યક્તિઓને સાધારણ કેળવણી તે મળવી જ જોઈએ અને તેટલી કેળવણી તે સ્ત્રીઓને તેમજ પુરૂષને એક સરખી રીતે જ આપી શકાય.
સ્ત્રી અને પુરૂષની કેળવણીમાં ભેદ રહેવું જોઈએ. તેટલી મળ્યા પછી ખાસ કેળવણીની વાત આવે ત્યારે કામકજની ભિન્નતા પ્રમાણે, ધંધારોજગારની ભિન્નતા પ્રમાણે, અને બુદ્ધિશક્તિની ભિન્નતા પ્રમાણે ખાસ કેળવણી અપાવી જોઈએ. આવી કેળવણી સ્ત્રી અને પુરૂષને માટે જાદી જદી હોય, સ્ત્રી અને પુરૂષમાં પણ જેને જુદાં જુદાં કામ કરવાં હોય તે પ્રમાણે જુદી જુદી જાતની કેળવણી મળવી જોઈએ. શિક્ષક થવું હોય તેને શિક્ષકની, વકીલ થવું હોય તેને વકીલની, વેપારી થવું હોય તેને વેપારની, કારીગર થવું હોય તેને કારીગરની, એમ ધંધા પ્રમાણે જેમાં સ્ત્રી અને પુરૂષના ધંધા ભિન્ન છે. ઉપર સમજાવ્યું છે તેમ સ્ત્રીને ગૃહસંસાર ચલાવે છે અને પુરૂષને તેને માટે સાધને
For Private and Personal Use Only