________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
સ્ત્રીઓને સશ.
તેત્રીશ કરેડમાંથી સાડીબત્રીસ કરોડ તે અજ્ઞાનના અંધકારમાં સડતા હોય ત્યાં બસે પાંચસોની બુદ્ધિ શા લેખામાં એક ગામમાં પાંચ હજારની વસ્તી છે. તેમાંથી બે શેઠીયા પાંચ પાંચ હજારના આસામી છે. પચાશ ખાતાપીતા છે અને બીજા બધા ભીખારી છે. એટલે આખા ગામમાં માત્ર બાવન જણ ઠીક અને દશહજારની મૂડી એટલે સરાસરી ગણુએ તે જણદીઠબે રૂપિયાની મૂડી થઈ. હવે એક બીજું ગામ . જેમાં બે હજારની વસ્તી છે. તેમાં બે પાંચ પાંચ હજારના આસામી છે. બાવીશ બબ્બે હજારના આસામી, બસે હજાર હજારના આસામી, પાંચ, પાંચ પાંચસેના, એક હજાર ખાતાપીતા અને બાકીના ભીખારીઃ આ હિસાબે તે ગામમાં જણદીઠ પચીશ પચીશ રૂપીયાની મૂડી થઈ. કહે, આ બે ગામમાં કયું વધારે સંપત્તિવાળું ગણાશે? આપણી–હિન્દુસ્થાનની, એવી દશા છે, બે ચાર સાર છે તે ખરૂં, પણ અરધો અરધ સ્ત્રીઓને ભાગ તેતદ્દન નિરક્ષરઃ તે ઉપરાંત પુરૂષમાં પણ ખેડુ, ભંગી, મજૂરવર્ગ વગેરે કેટલાબધા નીકળી જાય! બુદ્ધિનું બળ આટલું બધું કમી હોય તે પછી ધનબળ કે બીજાં બળ ક્યાંથી આવે?
કેળવણીથી બુદ્ધિ વધે.
- બુદ્ધિબળ વધારવાને એક જ ઉપાય છે કે કેળવણી લેવી અને દેવી. કેળવણીની જરૂર સિદ્ધ કરવા કે તેના માર્ગો બતાવવાને અત્યારે વખત નથી. પ્રસંગ પણ નથી. પરંતુ, બુદ્ધિબળ વધારવા માટે તમારે એ કેળવણી લેવી જોઈએ. કેળવણી વિના બુદ્ધિ ખીલે નહિ; બુદ્ધિબળ ખીલવે નહિ, તે હિન્દુસ્થાનની અરધી મૂડી નકામી જ જવાની; જાય છે અને એમને એમ જ જવાની, પછી આપણી દુનિયામાં સ્થિતિ શી રહેવાની? એ વિચાર તે તમને કરાવે જ છે.
બાઈએ, ઘણાખરા પુરૂમાં અને લગભગ બધી આઈએમાં એક જ વિચાર વ્યાપી રહ્યા છે કે કેળવણી તે કમાણીને માટે
For Private and Personal Use Only