________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८६
સ્ત્રીઓને સન્દેશ.
*r
પહેલાં સ્ત્રીજીવન સંબન્ધી પ્રખ્યાત લેખક નવલરામે જે ઉદ્ગાર કાઢવ્યા હતા તે હેમારાથી અજાણ્યા નહિ હોય, પણ એ જ નવલરામ આજે આવીને હેમારા મંડળનું કાર્ય જોઈ શકે તે હેમના ઉદ્ગાર કેવા થાય? અલબત્ત, આપણામાં એવા કોઇચે અન્ય આશાવાદી નહિ હાય કે જે એમ કહેશે કે આપણે ઘણી પ્રગતિ કરી છે, અને હવે બહુ થાડું જ કામ કરવાનું રહ્યું છે. નવલરામની માર્મિક વૈક્તિઓ હજી પણ ઘણે ઠેકાણે લાગુ પડશે. ‘ભૂગોળ ને ખગાળમાં રમતા ચિત્તવાળા ભાઈ,” અને “ચાકર ને ચૂલામાં રમતા ચિત્તવાળાં ખાઈ,” મિલ ને માલિના અથવા કેશોદ્ધાર ને સમાજસેવાના આકાશમાં ઉડતા ભાઈ, અને અજ્ઞાન ને કુટુમ્બલહની, દૂધવાળા ને કાપડવાળાની પૃથ્વી ઉપર એમને ઉતારી પાડતાં ખાઈ -એવી અસમાનતાનું દમ્પતીજીવન, દુર્ભાગ્યે, ડુજી પણ ઘણે સ્થળે હશે. ભૂતકાળમાં પુરુષોએ પેાતે જ હમારી એવી દુર્દશા કરી છે કે હમારા જીવનને વિદ્યા, સુખ તથા સાન્દર્યમાં સુસ્થાપિત કરવાના પ્રયાસેા હજી તે બહુ બહુ કરવાના છે. હમે આગળ વધ્યાં છે. હૅના પ્રમાણમાં હજી તે ઘણે દૂર જવાનું છે, અને હમારા જે થોડાક વર્ગ સ્પષ્ટ રીતે આગળ વધ્યા છે હૈના પ્રમાણમાં તેા અસંખ્યની સંખ્યાવાળા વર્ગ લગભગ ત્યાં ને ત્યાં જ રઝળે છે. હતભાગ્યે, આ સર્વ ખરૂં છે, અને સત્યને ચ્હાનાર કોઈપણ મનુષ્ય આ વાતની ના પાડશે નહિ. કેવળ શિક્ષણ ને કેળવણીમાં જ નહિ, પણ ગૃહજીવન, સમાજજીવન તથા સાર્વજનિક જીવન એ સર્વમાં નિત્ય આ સત્યના મર્મભેદક અનુભવ થાય છે.
પરંતુ તે માટે હમે જે કાંઈ શુભ પ્રગતિ વાસ્તવિક રીતે કરી છે તે વિસરવાની બિલકુલ જરૂર નથી. દિનપ્રતિદિન જે જે શુભ શક્તિઓ જે જે શુભ પરિણામેાને ઉત્પન્ન કરે છે હેમને અલક્ષ કરી ગ્લાનિમાં ડૂબવાની રજ પણ જરૂર નથી. આપણા દેશમાં જે નવીન જાગૃતિ આવી કહેવાય છે તે કેવળ પુરુષવર્ગમાં જ સમાઈ રહી હૈાય કે શમી ગઈ હાય એમ નથી. અજ્ઞાન
For Private and Personal Use Only