________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
કલ્યાણકર સુન્દર છાયામાં ઘડીભર રહેવાના ધન્યયેાગ મ્હને પ્રાપ્ત થયા છે, તે માટે મ્હારા મિત્ર ભવાનીદાસ મેાતીવાળાના હું ખાસ ઉપકાર માનું છું.
તાપણ હું કબુલ કરૂં છું કે એ માયાળુ મિત્રનું આમંત્રણ હુને જ્યારે મળ્યું ત્યારે તે સ્વીકારતાં હુને ઘણી આનાકાની થઈ હતી, અને તે સ્વીકાર્યો પછી પણ મ્હારા એ ખેાલની ગ્યતા તથા સફળતા વિષેના સન્દેહમાંથી હું હજીયે મુક્ત થયા નથી. કારણ કે મ્હારે સ્થાને, ગેાવર્ધનરામ જેવા, હિન્દના કલ્યાણપન્થના કોઈ અપૂર્વ વિચારક હાત, કે જે ગહન અભ્યાસ તથા તેજસ્વી પ્રતિભાના બળે હેમારા જીવન તથા હેમારા મંડળ સંબન્ધી નવા વિચારની મંગલ સામગ્રી આ શુભ પ્રસંગે ત્હમારી આગળ રજી કરી શકત; અથવા તેા, અંખાલાલભાઈ જેવા, ઠરેલ પણ ઉત્સાહી સામાજિક કે સાર્વજનિક કાર્યકર્તા હાત, કે જે પેાતાના મેાંઘા અનુભવનાં રત્ના તારવી કાઢી વ્યાવહારિક કાર્યાંના વિશાલ દીર્ઘદ્રષ્ટિથી બેધ કરી શકત; અથવા તેા, ન્હાનાલાલ જેવા, ઉચ્ચ રસ ને ઉન્નત ભાવનાઓથી ઉભરાતા હૃદયવાળા દેશભક્ત કવિ હાત કે જે સુન્દર આકારમાં ગુંથેલી કાઈક અનેરી રસસામગ્રી હમને અર્પણ કરી શકત; અથવા તા, ગાંધી જેવા, શ્રેષ્ઠ આદર્શને અનન્ત કર્મવીર્ય સાથે સંચાગ કરનાર કાઈ ખરા સન્ત હાત કે જે પેાતાના અલ્પ સમાગમથી પણ અન્યના હૃદયમાં પુણ્યકર્મની પ્રભા પાથરી શકત; અથવા તા, ગાંધીપત્ની જેવી, કોઈ પવિત્ર મહિલા હોત, કે જે સ્ત્રીજીવનને પુણ્યપીયૂષથી ભરી કલ્યાણમય કેવી રીતે મનાવવું હૅના ઉચ્ચ સન્દેશ આપી શકત. આમાંનું કોઈ પણ આજે મ્હારે સ્થાને હોત તે તે હમને “એ એલ” માં જ જીવનના રત્નરૂપ ગૂઢ રહસ્યને અર્પી શકત, અને આ મંગલ દિનને હમારી સુન્દર રીવાજ પૂર્ણ રીતે સાર્થક થાત. કારણ કે આવા મહાન આત્માના ઘેાડા એલેમાં પણ સવિની શક્તિ હોય છે; જ્યારે, મ્હારા જેવો, આવી કાંઈ
For Private and Personal Use Only