________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ,
૮૫
પણ વિશિષ્ટતા વિનાને. હાલ રસાયણિક પ્રયોગશાળાના ધમડામાં જીવન ગુજારનાર અને ઓઝલ પડદાની પરાકાષ્ઠાને લીધે જ્યાં અભ્યાસુક હૃદયને પણ સ્ત્રી જીવનનું દર્શન દુર્લભ છે એવા ઉત્તર હિન્દના પ્રદેશમાં વસનાર, એક યુવકમાત્ર, તેઓને બદલે, હમને શો સન્દશ આપી શકે?
પરંતુ આપણા ગરીબડા ગુર્જરપ્રાન્તમાં આવાં સદ્ર– વર્ષેવર્ષ સુલભ ન થાય હેને લીધે જ હમે હારા જેવા સામાન્ય મનુષ્યને આ આમંત્રણસન્માન આપવું ઉચિત ધાર્યું હશે. અને રહેમારા મંડળના શુભ કાર્ય માટેનાં મ્હારાં નમ્ર અભિનન્દન તથા અન્તઃકરણની પ્રસન્નતા પ્રકટ કરવાને, તેમ જ હમારી આજ્ઞા પાળી ન્હમારી ન્હાનકડી સેવા બજાવવાને, આ એક સારે અવસર છે, એમ સમજીને કહે આ આમંત્રણ સ્વીકાર્યું સેવાને આત્મા બુદ્ધિ કે પ્રતિભા નથી, પણ હૃદય છે-હૃદયની શુદ્ધિ છે. એ સ્મરણ કરીને પૂર્ણ સભાવથી અર્પણ થતી, હમારા એક બધુની, આ અંજલિ હમે ઉદારતાથી સ્વીકારી લેશે એવી પ્રાર્થના છે.
એ અંજલિ અર્પવાને હું આજે હમારી સમક્ષ આવી શકું એમ નથી, અને તેથી આજે હમારા મંગલદર્શનનું સદ્ભાગ્ય પણ મેળવી શકું એમ નથી એ એવી હાનિથી મારા મનને અસંતોષ થાય છે. પરંતુ, એ અનિવાર્ય ખામી તરફ અલક્ષ કરી, પ્રેમ, સૈન્દર્ય ને ભવ્યતા એ ત્રિપુટીને અદ્વિતીયસુન્દર સંગ કરનાર વિશ્વવિખ્યાત તાજમહેલની સંનિધિમાંથી પ્રેરાયલાં આ ડિાંક વચને હૂમે સહૃદયતાથી સુણશે, તે હારે અસંતોષ ઓછો થશે.
ગુર્જર સીજીવનમાં ઉજાસ. “મુંબાઈ ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ” એ કેટલેક અંશે ગુજરાતી મહિલાઓના હાલના જીવનનું દર્પણ છે. પચાસેક વર્ષ
For Private and Personal Use Only