________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
સ્ત્રીઓને સદેશ.
શોભાની છે. દરેક સ્ત્રી પિતાની શક્તિ પ્રમાણે, પૈસા સંબંધી શક્તિ પ્રમાણે પિતાનાં નાનાં ઘરને શોભાવી શકે છે. એક નાની સૂની એારી અને રાંધવા ખાવાનાં ચાર વાસણ જેટલી જ જેની સંપત્તિ હોય છે તે પણ પિતાની ઓરડીને આઠદશ દહાડે ધોઈ હરહમેશ વાળીઝાવે, અરીસા જેવી સ્વચ્છ અને સુઘડ બનાવી શકે છે; પિતાનાં ચાર વાસણને માંજી એવાં ચચકીત બનાવી રાખે છે કે તે જેનારની આંખને આકર્ષ, ઠારી દે છે, અને તેમાં જમનારને જમણમાં અમૃતને સ્વાદ બક્ષે છે. પોતે અને પિતાનાં કુટુંબને વાપરવાનાં વસ્ત્રો એવાં તે સ્વચ્છ, સાબુ વગર પણ હમેશાં નિયમિત રીતે, અને હાથને જરા તસ્દી આપીને ધઈધોઈને, એવાં સ્વચ્છ રાખી શકે કે તે પહેરનાર હલકા હલકા અને સ્વચ્છ સંતુષ્ટ બની રહે છે. ગ્રહની શોભાને આધાર ઉપસ્કરણ–ફરનીચર–ઉપર નથી, તેને આધાર સ્વચ્છતા અને વ્યવસ્થા ઉપર છે. ઘણું ઘણા સુંદર સાધને હેવા છતાં સ્વચ્છતા અને વ્યવસ્થાને અભાવે કેટલીકવાર મેટા બંગલાઓ પણ જોવા ન ગમે તેવા હોય છે, તથા સ્વચ્છતા અને વ્યવસ્થાને અભાવે એક નાની ઓરી, જેને દેતાં વાળતાં પા કલાક પણ ન લાગે, તેની અંદર ઉભું પણ ન રહી શકાય તેવી હોય છે. ગ્રહની શોભાને આધાર, ત્યારે, સ્વચ્છતા અને વ્યવસ્થા ઉપર જ છે. જેની જેવી શક્તિ હેય, જેનાં જેવાં સાધન હોય તે પ્રમાણે દરેક ગૃહિણી પિતાના ઘરની શેભા રાખી શકે છે. શક્તિ પ્રમાણે સોનું ઘર બને તેવું સુંદર છે કે કેમ એ વિચાર દરેક ગૃહિણીએ કર ઘટે છે.
ઘરની શોભા ઉત્તમ ગૃહિણી આ વાત ઘરની બાહ્યશેભાની થઈ, પણ તે શેભા કરતાં પણ અનેક ગણી શોભા ઘરની અંદર રહેનારાના ચિત્તની સ્થિતિપરથી બની રહે છે. બાહ્યશભા ગમે તેવી ઉત્તમ હોય, પણ માણસનાં મન જે અરવચ્છ હોય, અસંતુષ્ટ હોય, દુખી હોય, વઢકણ હોય, સુલભ-લેશ હોય તે પછી બાહ્યશોભા બધી
For Private and Personal Use Only