________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૭
કાયદા મઢે કરવા જોઈએ, કે પતિ વેપારી હોય તે પત્નીએ પણ વ્યાપારશાસ્ત્રની પરીક્ષા આપવી જોઈએ. તેટલું બનવું અશક્ય જ છે. તેમાંથી નવાણું કિસ્સામાં ન બની શકે માટે હું “અશક્ય જ કહું છું. પણ પતિની જે દિશા તરફ પ્રવૃત્તિ હોય તે તરફ પત્ની પિતાનું વલણ પ્રેરે, યથાવકાશ તે પ્રવૃત્તિ વિષે સામાન્ય માહિતી મેળવતી રહે, અને પતિના વિચારોમાં અને વાતમાં ભાગ લેતી થાય એટલું તે અવશ્ય થવું જ જોઈએ. પતિપત્નીની વાતોને સમાવેશ માત્ર શંગારવાસના ભરી બાબતમાં જ થાય, કે કોઈની કુથલીનિંદામાં કે કુટુંબના સાધારણ ઈતિવૃત્તમાં થાય તેના કરતાં જે પતિના બાહજીવનની વાતોમાં પત્ની રસ લેતાં શીખે અને તેને આનંદ વધારી શકે તો પત્નીએ ખરેખરૂં મિત્રકાર્ય કર્યું એમ હું કહી શકું. આવા મિત્રભાવની વૃદ્ધિ થાય તે પતિ પત્ની વચ્ચે પ્રેમ કે નિઃસ્વાર્થ, કેટલે ઉદાર, કેટલો ઉન્નત બની રહે! બાઈઓ અને બહેને ! હિન્દુઓનાં ઘરે આવાં ઉંચી જાતના પ્રેમનાં મંદિર બની રહે એમ કોણ નહિં ઇરછે? તેવી ઈચ્છા રાખનાર પત્ની સફળ કયારે થાય? જ્યારે પતિના મિત્ર થવાની લાયકાત મેળવે અને પતિની સર્વ પ્રવૃત્તિનું અને પતિના સર્વ વ્યવહારનું અગાધપાત્ર બની રહે ત્યારે. આ બાબત પણ દરેક વર્ગની સ્ત્રીને સરખી રીતે જ લાગુ પડે છે, અને મનુષ્યમાત્રના સુખમાં અનેકગણું વધારે કરી શકે તેવી તે છે એમ મારું માનવું છે.
ચતુર શ્રી નાની ઓરડીને પણ સુંદર રાખે છે.
સર્વને સમાન રીતે લાગુ પડે તેવી હવે એક જ બાબત ઉમેરીશ. વખત ઘણે ગમે છે અને તમારી ધ્યાનશક્તિ પર બહુ દબાણ થઈ ગયું છે એ જાણું છું અને તેથી સર્વને લગતી બાબતે કહ્યા પછી હું જરાપણ લંબાણ કરીશ નહિં એટલી ખાતરી આપું છું. જે ચેથી બાબત સર્વને લગતી હું ગણું છું તે ગૃહ
For Private and Personal Use Only