________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ,
ભવિષ્ય સુધારવામાં પ્રવૃત્ત બને એટલું આજના બે બોલમાં મારે તમને કહેવાનું હતું. ભવિષ્ય સુધારવા માટે સ્ત્રીની બુદ્ધિરૂપી ધન નિરૂપયેગી પડ્યું રહે છે માટે તે ધનને ઉપયોગમાં લેવાય તેવું કરે. સ્ત્રીઓએ સ્ત્રી તરીકે પછી તે ગમે તે વર્ગ અને સ્થિતિની હોય તે પણ-કેટલું કરવું જોઈએ, તેઓએ કઈ કઈ બાબતપર લક્ષ આપવું જોઈએ એ વિષય સંબંધે મેં થોડુંક અને દુકામાં કહ્યું છે. જે તે મારા વિચારે સર્વથી ગ્રહણ કરી શકાય તેવા લાગતા હોય તે મેં પ્રારંભમાં કહ્યું હતું તેમ મારી તે ત્રીજી પ્રાર્થના યથાશક્તિ મંજુર રાખે અને કઈક પણ દિશામાં પ્રવૃત્ત. થવા તત્પર થાઓ ! જેઓને કાંઈપણ કરવું છે તેમને માટે રસ્તાએની ખોટ નથી. જુદી જુદી સ્થિતિ અને જાદી જુદી વૃત્તિ પ્રમાણે અનેક રસ્તાઓ બતાવી શકાય. વિશ્વમંદિર બહુ મોટું અને બહુ વૈવિધ્યભર્યું છે તેનાં દ્વાર અસંખ્ય છે. તેના ખંડે અગણિત છે. બહારની વિશાળ જગા તે અનંત છે, જેવી કલ્પના કરે તેવી સિદ્ધિ માટે જોઈએ તેવું દ્વાર, જોઈએ તે રસ્તે તમારે માટે તૈયાર છે માત્ર દ્વાર પાસે જાઓ; જીજ્ઞાસા બતા; અવાજ કરો; માગે અને દ્વાર આપોઆપ ઉઘડશે; રસ્તો પિતાની મેળેદષ્ટિ એ પડશે, પરંતુ કલ્પના તમારી જોઈએ–બળવતી કલ્પના જોઈએ, તેવી કલ્પના તમે કરતાં થાઓ! કેવી રીતની કલ્પના કરવી તે વિષે કાંઈક ઉલ્લેખ મેં તમારી સમક્ષ કર્યો છે. તેવી કલ્પના–તમને. રૂચતી જાતની કલ્પના-કરવા માટે જે તમે આજે ઉઘુક્ત નહિં થાઓ તો ક્યારે થશે? આજના નવનવીન આનંદથી ભરેલા દિવસે. મેં તમને આટલે વખત બેસારી રાખ્યાં, તમારા વિનેદ વિનિમયમાંથી તમને રેયાં. માફ કરશે, બીજું શું કહું? છેવટ છેવટ પણ એટલું તો ઉમેરી લઈશ જ કે બાઈઓ, મેં જે કહ્યું છે તે સાંભળીને જ સંતોષ માની નહિં લેશે કાંઈક પણ કરવા માટે નિશ્ચય કરજે.. પગલું ભરશે તે પ્રગતિ થશે. જેવી શાંતિથી અને જેટલી કૃપાથી તમે મારું કહેલું સાંભળ્યું તેવી જ દઢતાથી અને તેટલી જ તત્પરતાથી કાંઈક કરવા પ્રવૃત્ત થજે એજ છેવટની વિનંતિ.
અગણિત છે. મહારાજે છે. તેના દ્વારા વિશ્વમંદિર થી કૃત્તિ
For Private and Personal Use Only