________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
સ્ત્રીઓને સન્દેશ.
હાય તે દેશને આછી હાનિ છે ? દેશની મિલકતમાંથી અરધી તે નિરૂપયાગી પડી રહે તો પછી રિફાઈના જમાનામાં કેવી રીતે ફાવી શકાય ? શરીરને અરધા ભાગ મંદ, અકાર્ય પડા રહે તે બીજા અરધા ભાગથી શું થવાનું હતું? આ વાત એટલી સહેલાઈથી સમજી શકાય તેવી છે કે તેના ઉપર વિવેચન પણ નૃથાવાદ ગણાશે. હવે ત્યારે વિચાર માત્ર એક જ કરવાનો રહ્યો કે તે અરધા ભાગ સ્વધર્મપરાયણ કેમ થાય ? તે ભાગને દુનિયાના પ્રકાશનાં અને દુનિયાની સ્પર્ધાનાં દર્શન કેમ કરાવવાં? આઇએ, તેના જવાબ પણ એક જ છે કે ન જાણતાં હાય તે તેને શીખવા. ખાઇએ, બુદ્ધિ અને જ્ઞાન એજ બળનાં ખરાં માબાપ છે એ તે તમે જાણા છે. હા, ધન એ મળના પરમેશ્વર છે એમ કદાચ કહેશે, તાપણ એકલા ધનથી કાંઈ વળવાનું નથી. બુદ્ધિ અને જ્ઞાન હશે તેા ધન એની મેળે ચાલ્યું આવશે અને ખળની પ્રાપ્તિ આપેાઆપ થશે.
બુદ્ધિબળનું દૃષ્ટાંત.
બુદ્ધિ એજ ખરૂ મળ છે એ સમજાવવા આપણાં સંસ્કૃત પુસ્તકોમાં અનેક વાર્તાઓ છેઃ વાર્તાના ભંડારરૂપ ‘કથાસરિતસાગર’ નામની ચાપડીનું નામ તમે સાંભળ્યું છે ? ગુજરાતીમાં તેનું ભાષાંતર થયું છે અને નવરાશને વખતે તેના લાભ લેશે તે આનંદ થશે અનેનાના નાના ટુચકા પણ ઘણા મળી આવશે. તે પુસ્તકથી નાનાં, પણ ઉપદેશનાં ભરેલાં બીજાં પણ વાર્તાનાં પુસ્તકો છે. તેમાં પંચતંત્ર અને હિતાપદેશ એ એ પણ ખાસ વાંચવા લાયક છે. બંનેના ગુજરાતીમાં તરજુમા પણ થઈ ગયા છે. પંચતંત્રમાં એક નાની વાર્તા છે. બુદ્ધિ હોય ત્યાં જ મળ ડાય છે, બુદ્ધિવગરનામાં ખળ ક્યાંથી? એવું તે વાર્તાનું મથાળું છે. તેમાં એવી વાત છે કે એક ઝાડ ઉપર એક પક્ષીએ માળે બાંધ્યા હતા. માદા જેટલાં ઇંડાં મૂકે તેટલાં બધાં તે ઝાડની નીચે બખોલમાં રહેનારા એક સર્પ આવીને ખાઈ જાય. પક્ષી
For Private and Personal Use Only