________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સદેશ.
સંસારસુધારાની ચટપટી. આપણુ સંસારમાં સુધારે કરવાની ચટપટી ઘણુને લાગી રહી છે, છતાં પ્રગતિ થતી નથી, અથવા થાય છે, તે બહુ જ મંદ છે. આમ હવાનાં કારણેમાંથી હું અત્યારે તમારી પાસે બે કારણે રજુ કરીશ. એક તે મેં ઉપર કહી તે શ્રદ્ધાહીનતા અને તેની સાથે સાથે રહેલી ઘણી દષ્ણપ્રવીણતા, અને બીજું એ કે આપણું સંસારરથને એક જ પૈડું છે. બીજું પૈડું છે પણ તે નહિ જેવું જ: એક જોઈએ તેવું અને બીજું નહિ જેવું; એવાં બે પૈડાંવાળે રથ આગળ ચાલે તે ખરે, પણ તેમાં કેટલીબધી મુશ્કેલી પડે? બીજું નહિં જેવું પૈડું તે કયું, એ તે તમે સમજી ગયાં હશે. જે વિચારની કલ્પના પણ આપણે સ્ત્રીવર્ગ કરી ન શકે, તે વિચારને આચારતે તેઓ કેમ જ કરી શકે? સંસારસુધારાના કારણે, ઉદેશે અને લાભે વિષે આપણું સ્ત્રીમંડળ ભાગ્યે જ કોઈ વિચાર પણ કરી શકે તેવું છે. જે વિચારમાં ભાગ ન લઈ શકે, તે પછી આચારમાં ભાગ કેવી રીતે લઈ શકે? અને કદાચ દેખાદેખીએ આચારમાં ભાગ લે, તે તે માત્ર આંધળાની હારના જે જ આચાર થાય! સંસારસુધારે દેશના સુધારાને માટે છે અને સંસાર અને દેશ વિષે વિચાર કરનારને સાંપ્રત સ્થિતિનું ભાન અત્યંત આવશ્યક છે. પરંતુ આપણાં સ્ત્રીમંડળમાં સાધારણ જ્ઞાન કે આધુનિક દશાનું ભાન કેટલાં ધરાવતાં હશે? અહિં ભેગી થયેલી સ્ત્રીઓમાંથી મને કેટલી કહી શકશે કે પૃથ્વી ગોળ છે કે ચપટી છે? આપણું રાજકર્તાઓને દેશ માટે છે કે આપણે દેશ હિન્દુસ્થાન? તમે પહેરેલાં કપડાં ક્યાં બન્યાં હશે ? તેની કેરે ક્યાં બની હશે? અને તમે સૌભાગ્ય બંગડી પહેરી છે તે ક્યાંની હશે તથા તમારી હીરાકંઠીનું સુવર્ણ ક્યાંથી આવ્યું હશે? આપણી સામાન્ય બાબતે વિષે જ આપણે કેટલાં બધાં અજ્ઞાન છીએ ! આપણને આંખ છે કે આપણે તે છતી આંખે આંધળામાં ખપીએ તેવા છીએ?
For Private and Personal Use Only