________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
આટલા વિષયાન્તરરુપે પ્રશ્ન મૂકીને જ બંધ કરીશ. પણ એટલું તે કહીશ જ કે બાઈએ, તમે જે ધર્મક્રિયા કરે તેમાં તમારું હૃદય સાથે રહે તેજ કરજે. મંદિરમાં જવાથી પ્રભુની નજીક આપણે જઈએ છીએ એ તમારે દઢ વિશ્વાસ હોય તે જ મંદિરમાં જજે. દેખાવ ખાતર, બધાં જાય છે માટે, એમ તમે મંદિરમાં જતાં નહિં. એવું જવું એ તે પ્રભુને પણ છેતરવા જેવું થાય. માણસે નહિ જાણે, પણ પ્રભુ તે જાણશે જ કે તમે પ્રભુની ખાતર મંદિરમાં નથી જતાં, માત્ર લેકે ખાતર જાઓ છે ! માટે પ્રભુને છેતરવા જેવું કદી કરતા નહિ, મંદિરે જવાને તે એક દાખલે જ આપે. જે જે ધર્મકાર્ય કરે તે બધાને માટે એ પ્રશ્ન પૂછશે કે તમે હૃદયની શ્રદ્ધાથી કરે છે કે કેમ? શ્રદ્ધા હશે તે બસ છે. શ્રદ્ધાનું બળ હજારે યજ્ઞયાગ, દાનપુણ્ય, ત્રત ઉપવાસોથી વધારે છે. શ્રદ્ધા જ ખરું જીવન આપનારી છે. શ્રદ્ધા પ્રભુની પાસે પલકવારમાં પહોંચાડનાર પવનપાવડી છે, કષ્ટો અને વિપત્તિઓને બહાર રાખવાનું અજીત સામર્થ્ય શ્રદ્ધાના કિલ્લામાં રહેલું છે. જે શ્રદ્ધા હશે તે તમે બધું કરી શકશે, અને ધર્મમાં તે શ્રદ્ધા એજ મુખ્ય છે, ધર્મને એજ આત્મા છે; શ્રદ્ધાવિનાને ધર્મ તે તે માત્ર શબ જ માનશે, તેવાને તે અડકતાં પણ અભડાઈએ. માટે બાઈઓ, ફરીથી કહું છું કે શ્રદ્ધાસહિત જ ધર્મકાર્ય કરશે, શ્રદ્ધા ન રહે તે તે કાર્ય કરવાથી લાભ નથી, હાનિ છે. બાઈઓ, ધર્મના નામથી જે જે ધર્મકાર્યો થાય છે. તેમાં ખરી શ્રદ્ધાન હોવાને લીધે આપણે હિન્દુ નામને કલંક લગાડીએ છીએ, હિન્દુધર્મને હણે પાડીયે છીએ, આપણા ધર્મશીલ મહાત્માઓને નીચું જોવડાવીએ છીએ. એ વિચાર આવી જતાં આટલું લંબાણ થઈ ગયું. ધર્મમાં જ આવું થાય છે તેમ નથી. વ્યાપારમાં, હુન્નરકળામાં, ખેતીમાં, બધી બાબતમાં શ્રદ્ધાહીનતા અને દસ્લપ્રવીણતા હોવાને લીધે આપણે અત્યારે ગમખ્વાર છીએ, અને તેવી જ સ્થિતિ આપણું સંસારમાં પણ છે.
For Private and Personal Use Only