________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
સરખા છે, તેમજ ગૃહશરીરમાં સ્ત્રીપુરુષ બંને સરખાં છે. દષ્ટાંત જ લેવું હોય તે બીજું જીભ અને દાંતનું . દાંત કઠણ અને જીભ નરમઃ દાંત કાપે અને જીભ ચાખે, માટે કાંઈ દાંત વધારે ને જીભ ઓછી ન કહેવાય. તેમજ પુરુષ અને સ્ત્રીઃ બંનેના કાર્ય જૂદા માટે અસમાનઃ એવી ગણતરી પશ્ચિમના પવન પહેલાં આપણને સુઝી જ નહિ હોય! જેમ નાતજાત સંબંધે પણ હલકાઈની જેની કલ્પના, અને તિરસ્કારને ન રંગ પશ્ચિમના પવને આપ્યાં તેમ જ સ્ત્રીસંબંધની ભાવના પણ તેજ પવને બગાડી. હિન્દુઓમાં હલકું ઉંચું ગણવાને ધર્મ જ નથી; સૈ પિતપતાનાં કાર્ય-પિતપતાના ધર્મ બજાવે; અને જે નિજધર્મ બજાવે તે જ શ્રેષ્ઠ. નિજધર્મ બજાવનાર ચંડાળ પણ નિજધર્મ નહિં બજાવનાર બ્રાહ્મણથી શ્રેષ્ઠ ગણાય છેએ સિદ્ધ કરનારી ઉક્તિઓ આપણું ગ્રંથમાંથી ઘણું જગાએ મળી આવશે.
સંપ અને સમાનતામાં જ સુખ છે.
હેને અને બાઈઓ! મારું કહેવું તમે બરાબર સમજ્યાં હશે, તો પણ એકવાર ફરીથી ટુંકામાં કહી જાઉં. હિન્દુઓમાં પુરુષ વધારે અને સ્ત્રી ઓછી એ વાણીયાશાઈ જેઓ કદી થયે નથી. સ્ત્રીઓની લાયકાત પ્રમાણે તેના ધર્મ પુરુષે ઉત્પાદક, સ્ત્રીઓ સંરક્ષક અને વ્યવસ્થા કરનાર પુરુષો નવું લાવી સ્ત્રીઓ આગળ ધરે, તે સ્ત્રીઓ સ્વીકારે, કેળવે, અનેકગણું બનાવે અને પુરુષના ઉપગ માટે તૈયાર કરે, હાટરસ પુરુષ આપે, હાથરસ સ્ત્રીઓ ઉમેરે, આ આપણી ગૃહધર્મની કલ્પના અને તે પ્રમાણે ગૃહિણી ધર્મ નક્કી થયા. ગૃહિણધર્મ પાળનારી સ્ત્રીઓ પુરૂષે જેટલી જ ઉપગી, પુરૂષ જેટલી ઉંચી, પુરૂષ જેટલી જ પવિત્ર અને પુરૂષથી વધારે સુંદર અને પુરુષોને આકર્ષે તેવી મેહક સ્ત્રીએ માટેની આવી કલ્પના હેવા છતાં હજી તમારે અસમાનતાની ફરીયાદ જારી રાખવી હોય તે તમે મુખત્યાર છે. બાઈઓ, પણ વિચારજે કે પુરુષ તમારા છે, તમે પુરુષનાં છે, એ જેવું
For Private and Personal Use Only