________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સંદેશ
સંપ અને સમાનતાથી રહેશે તે જ સુખ છે, હિન્દુધર્મને ઉપદેશ એવે છે કે સંપ અને સમાનતા માટે પિતાનાં કર્તવ્ય અને પિતાની ફરજો સમજજે. બીજા ભૂલે કરે તે દરગુજર કરજે, અને સંપ અને સમાનતા નિભાવવા બને તેટલે ભેગ આપજે, તેવા ત્યાગનું પરિણામ સુખ જ છે. આપણું હિન્દુસંસારમાં હજી જેટલું સુખ છે તેટલું મને તે આશાજનક લાગે છે. તે સુખ વધે, વર્ષે અને માસે વધે, પક્ષે અને અઠવાડીયે વધે, દિવસે અને કલાકે વધે, ક્ષણે અને પળ વધે, એ જ પ્રાર્થના.
આજે ધર્મની દરકાર કેણ કરે છે? પરંતુ, મારાં બાઈઓ અને બહેને ! વર્તમાન સ્થિતિ અને વિચાર તથા ભૂતની કલ્પના એ મેં તમારી આગળ કહ્યા તેથી આપણું કાર્ય સફળ થયું નથી. ભૂતકાળની મીઠાશભરી વાતેથી ગર્વ વધે છેઃ એ ગર્વ હું તમારામાં જેવા ઈચ્છતે નથી. માટે હવે હું તમને બતાવીશ કે તે ભૂતનાં બયાનથી આપણે ગવિષ્ટ થવાનું નથી, પણ શરમીંદા થવાનું છે. જે હિન્દુએને ભૂતકાળ તે ઉજમાળે, જે હિન્દુઓનાં શાસ્ત્રો તેવાં શ્રેષ્ઠ, જે હિન્દુઓની કલ્પનાઓ તેવી ઉચ્ચ, જે હિન્દુઓના ઉદેશે તેવા ભવ્ય અને પરોપકારી, તેજ હિન્દુઓનાં છોકરાં આપણા જેવાં! કષિ મુનીઓના પુત્રે આવા કંગાળ! વીર પુરુષની પ્રજા એવી કેદ થયેલી! બાઈએ, આપણે હિન્દુનામથી શરમાવું જોઈએ એવું હમણાં આપણું વર્તન નથી? હિન્દુ ધર્મ, એટલે ફરજ નહિં પણ ઈશ્વરી માન્યતાથી ભરેલા આપણા ધર્મ, માટે કેવા પંકાયેલા હતા! તેને બદલે આજે ધર્મની દરકાર કેણ કરે છે? હું પૂછું, બાઈઓ, તમને, કે તમારામાંથી કેણ કયા ધર્મને માને છે? અને માને છે તે તે ખાતર શું કરે છે? અને કરે છે તે સંપૂર્ણ શ્રદ્ધા, હૃદયની ખરી શ્રદ્ધાથી, કે માત્ર ગાડરીયા પ્રવાહની રીતિએ? બાઈઓ, આ વિષય આજને માટે હું ઘણે પવિત્ર માનું છું. પણ આજે તે વિષે વાત કરવાનું મેં ધાર્યું નથી, તેથી
For Private and Personal Use Only