________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સદેશ.
પૈદા કરવાનાં છે માટે તે પ્રમાણે તેમની કેળવણમાં ભેદ રહે જ જોઈએ. જે સ્ત્રી લગ્ન કરવા ઈચ્છતી ન હોય, અને એકલું જીવન ગાળી પુરૂષ પેઠે ધંધાદારી થઈ રહેવા ઈચ્છતી હોય તેવી તેવી જાતની ખાસ કેળવણી આપવામાં-પુરુષની પેઠે જ કેળવણી આપવામાં વધ કાઢી શકાશે નહિં. આ વ્યવસ્થા ધ્યાનમાં રાખી જે કેળવણી વિષે વિચાર કરવામાં આવશે તે ઘણી તકરારે આપેઆપ શમી જશે. તમે બધાં ઘરસરી, ગૃહસ્થી છે. હું ઈચ્છું છું કે આપણ સંસારમાં સ્ત્રીમાત્ર ગૃહસ્થી જ બને અને કુંવારી ડોશીઓને દેખાવ કરી દેવામાં આવે નહિ! અને તેથી તમને બધાને ઘર સંબંધે ખાસ કેળવણી મળવી જોઈએ. જેને ન મળી હોય તેણે આજથી નિશ્ચય કરી હળવે હળવે લેવાની શરૂવાત કરવી જોઈએ. મને લાગે છે કે હવે તમે સમજી ગયાં હશો કે પ્રારંભમાં મેં ત્રણ પ્રાર્થનામાંથી જે ત્રીજી પ્રાર્થના તમને કરી હતી તે ઉપર હું આવું છું. ફરી વિનંતિ કરું છું કે જે હિન્દુઓનાં ઘર શાન્તિનિવાસ અને સુખનિવાસ થાય એમ ઈચ્છતાં હે તે મારી આ ત્રીજી પ્રાર્થના પર લક્ષ આપી તે વિષયે યથાશક્તિ વર્તન કરવાનું તમે બધાં આ ક્ષણે જ નક્કી કરશે.
માતા થવાના ધર્મ.
હું તમને જે કહેવા–જે પ્રાર્થના કરવા પ્રવૃત્ત થયા છે તે હવામાં ભડાકા કરવા જેવું, આંધળાના ગોળી બહાર જેવું, ન થઈ જાય એ હું ખાસ લક્ષમાં રાખીશ. હું જાણું છું કે એકઠાં થયેલાં બધાં બાઈઓ એક સ્થિતિનાં કે એક વૃત્તિનાં નથી. જે કે પહેરવેશમાં તે સૈ એક બીજાની સ્પર્ધા કરવામાં તણાય છે. અને મુંબઈ જેવાં શહેરમાં અને આવા શુભમેળાના મેળાવડાના પ્રસંગમાં દરેક જણ પિતે હલકું કે ગરીબ ન દેખાય તેની ખાસ ચીવટ રાખે છે, અને તેથી પહેરવેશ, અલંકાર વિંડળના ઉપરથી જાદી જાદી સ્થિતિ એકદમ જાણી શકાય એમ નથી, તે પણ
For Private and Personal Use Only