________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
૬૯
માદાને ચિંતા થઈ કે હવે આનું શું કરવું? પરંતુ નરમાં બુદ્ધિ હતી. તેણે કહ્યું, ચિંતા શા માટે કરે છે? સર્પ બળવાન છે તે ખરું, પણ આપણામાં બુદ્ધિ હોય તે આપણે પણ તેના કરતાં બળવાન થઈએ. જો હું કહું છું એમ કર. થડા માંસના કટકા લાવી, સર્પના દરથી શરૂ કરી છેટે નળી રહે છે તેના દરસુધી વેરી દે. આ પ્રમાણે પક્ષીમાદાએ કર્યું. થોડે થોડે છેટે માંસના કટકા મૂક્યા અને નેળીયાના દરથી ઠેઠ સર્પના દર સુધી કટકાની હાર કરી દીધી. નાળીયે માંસના કટકાને લેભે લે આગળ આગળ આવતે ગયે અને છેલ્લો કટકો સર્પના દરના બારણાંમાં જ જોયે. ત્યાં આવતાં જ સર્પને જે. અને નેળીયાને અને સર્પને કેવી મિત્રાચારી છે એ તો તમે જાણે છે એટલે પક્ષીની બુદ્ધિથી તેનાં ઈંડાં કેવી રીતે બચવા પામ્યાં એ કહેવાની જરૂર નથી. આમ ખરું બળ બુદ્ધિમાં છે. આપણામાં અરધે અરધ બુદ્ધિ તે નકામી પડી રહે, પછી આપણું બળ કેમ વધે? તમને કહેવાની જરૂર નથી કે ભૂતકાળમાં હતું તેમજ વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં હમેશ માટે રહેવાનું જ કે જેનામાં બુદ્ધિનું સામર્થ્ય વધારે હશે તે જ સર્વોપરી થશે. આગળના વખતમાં બ્રાહ્મણનું રાજ્ય હતું. ખરા રાજ્ય કરનારા ક્ષત્રિયે હતા. પણે તેમના પણ ગુરૂ બ્રાહ્મણે હતા. બ્રાહ્મણેમાંથી બુદ્ધિબળ ગયું અને ક્ષત્રિયને અસર કરી શક્યા નહિ, એટલે ક્ષત્રિયોમાં કુસંપ પેઠે, બુદ્ધિ નષ્ટ થઈ અને બીજા ફાવ્યા. હાલમાં અંગ્રેજો રાજ્ય કરે છે. કારણ એજ. તેઓમાં જે બુદ્ધિ છે તેના હજારમાં ભાગની પણ આપણામાં નથી. તમે કઈ વર્તમાનપત્ર વાંચતાં હશો તે પૂછશે કે પરીક્ષાઓમાં તે હિન્દુઓ વિલાયતમાં પણ ઉપર નંબરે પાસ થાય છે તે પછી હિન્દુઓમાં બુદ્ધિ નથી એમ કેમ કહેવાય? બાઈઓ, તે વાત ખરી, પણ દેશની વાતોમાં એકાદ
વ્યક્તિની વાત કાંઈ હિસાબમાં જ નથી. ડાઘણા માણસે બુદ્ધિશાળી છે, પણ તેથી દેશનાં બુદ્ધિધનમાં ઘણું જ થોડો વધારે થાય છે. પચીશ પચાશ કે બસ પાંચમાં બુદ્ધિ હોય, પણ
For Private and Personal Use Only