________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૫૫
નથી. તે પણ આપણું ગુજરાતનાં અને સકળ હિન્દનાં ભવિષ્ય માટેની સ્ત્રીઓ અને બાળકના ઉદ્ધારમાં જ દેશ અને રાજ્યને ઉદ્ધાર સમાયેલું છે એ માન્યતા, અને સ્ત્રીઓ, બાળકો અને સાંસારિક જીવન માટે અતિ જે સભરી લાગણ; આ ત્રણને મારા નમ્રાહૃદયમાં અત્યંતાભાવ ન હોવાથી જ આજે તમારી સામે ઉભા થવાની મેં ધૃષ્ટતા ધારણ કરી છે.
બેસતું વર્ષ-નવીન આશાઓની ઝાંખી. ભાઈઓ અને બહેન ! વિક્રમના નવા વર્ષમાં તમને સહુને શારીરિક આરોગ્ય અને માનસિક શાંતિના પૂરેપૂરો લાભ મળે એ મારી પહેલી પ્રાર્થના છે. તમારી સર્વની અભિલાષાઓ પ્રભુ પૂરી કરે! અને આજે જેવા ઉજમાળા, ઉમંગભર્યા, અને આનંદભર્યા ચહેરાઓ છે તેવા જ નવા વર્ષના એકે એક દિવસમાં રહે એ બીજી પ્રાર્થના છે! અને ત્રીજી પ્રાર્થના એવી છે કે આજે હું તમને જે કાંઈ કહું તેમાંથી તમારાથી બની શકે તેવી એકાદ બાબત વિષે દઢતાથી વર્તન કરવાનું તમારામાંથી એકેએક નક્કી કરે! બાઈઓ અને બહેને, આ મારી ત્રીજી પ્રાર્થના તમને કદાચ અનુચિત લાગશે. કદાચ એમ લાગશે કે પિતે કહે છે તે બાબતને અતિ મહત્વ આપવાને ગર્વ ભલે દેષ હું કરૂં છું. હા, બાઈઓ, તે દોષ મુકશે તે તે ભાર વહેવા જેટલું સામર્થ્ય મને પ્રભુએ આપ્યું છે, અને તેટલું સ્વીકારીને પણ આગ્રહપૂર્વક પ્રાર્થના કરીશ, કે જે બે ત્રણ બાબતે હું જોર દઈને તમારી પાસે મૂકીશ, તેને વિચાર કરશે તે તમને ખાતરી થશે, કે તે બાબતે મને પોતાને લગતી કે મારા એકલાના મગજમાંથી ઉત્પન્ન થયેલી નથી; પણ હું એમ ધારું છું કે સકળ ગુજરાતમાં તે બાબતેની ચિંતા દરેકે દરેક હદયમાં પ્રગટ ભાવે કે નિગૂઢ ભાવે તમને દેખાશે, અને જે તેવી તમને ખાતરી થાય તે જ તેને સ્વીકાર કરશે. નહિતર મારી એ
For Private and Personal Use Only