________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
સ્ત્રીઓને સન્ડેશ.
નવા વર્ષના બે બેલ.
(સંવત્ ૧૯૬૮)
લખનાર–હિમ્મતલાલ ગણેશજી અંજારિયા,
એમ. એ, એલ.એલ. બી.
ઉલ્લાસનાં કિરણે. હિન્દનાં ભવિષ્યને ઘડનારી ઉત્સાહી સન્નારીઓ ! નવું વર્ષ સર્વને સુખમય નીવડે એવી સર્વની ઈચ્છાને શબ્દમાં મૂકવાનું, ગુજરાતની ચિંતા કરનાર સર્વ સ્ત્રી પુરૂષના હૃદયમાં આજે નવી નવી આશા અને ઉલ્લાસનાં જે કિરણ કુટી રહ્યાં હોય તેને તમારી સમક્ષ દર્શાવવાનું, ભૂતવર્તમાનનાં જ્ઞાનથી ભવિષ્યને સુન્દર સુખરૂપ બનાવવાની જે વિચારસે બુદ્ધિશાલી મગજેમાં વહી રહી હશે તેમાંથી બને તેટલી સેરેનું દિગ્દર્શન કરાવવાનું, અને એ ઈચ્છા, એ આશાઉલ્લાસ, અને એ વિચારે કેવી રીતે વ્યવહારમાં ઉપગી અને ફળવાળી કરી શકાય એ વિષે તમારી રૂબરૂ પર્યાચના કરવાનું કામ અત્યારે મને સોંપવામાં આવ્યું છે. બાઈઓ અને બહેને ! મારા માયાળુ મિત્ર રા. ભવાનીદાસ મોતીવાળાએ તે મને માન આપ્યું છે–મારા ઉપર ઉપકાર કર્યો છે, કે આ તકે મને યાદ કર્યો. પરંતુ, આગળના આવા પ્રસંગોએ તમને જે જે કહેવામાં આવ્યું છે તેને વિચાર કરું છું તે શક્તિહીનતાની ચિતા મને વિલ બનાવે છે. આગળના કહેનારાઓના જેટલી કલ્પના કે પ્રતિભા, અનુભવ કે જ્ઞાન, ભાષામાધુર્ય કે રચનાૌંદર્ય, ઉમ્મરની પુણતા કે વિચારની ગંભીરતા મારામાં
For Private and Personal Use Only