________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
સ્ત્રીઓને સદેશ.
પ્રાર્થના નામંજુર કરશે. પરંતુ એ ત્રીજી પ્રાર્થના તમને જણાવ્યું તે પહેલાં આજે ઉભવતી નવી નવી આશાઓની કંઈક ઝાંખી કરવી જોઈએ. બાઈઓ અને બહેને! તમારા સર્વના હૃદયમાં આ નવા વર્ષમાં હું પોતે વધારે સારી, જ્ઞાનમાં, લેકે તરફના વ્યવહારમાં, કુટુંબ પ્રત્યેની સેવામાં, પ્રભુ પ્રત્યેના પ્રેમમાં, વધારે સારી થાઉં એવી શુભ આશા કેટલી બધી જોરદાર હશે! પ્રભાતમાં સાધારણ રિવાજ કરતાં વહેલાં ઉડ્યાં હશે. સ્નાનાદિથી શુદ્ધિ અને શંગારાદિથી અલંકૃતિ કરવાની સાથે કુટુંબીજને માટે કેવા કેવા હાલભર્યા ભાવથી તમારું હૃદય ભરાઈ રહેલું હશે! હૃદયમાં, ઘરમાં, વિશ્વમાં કેટલે ઉલ્લાસ અને કેટલે આનંદ તમે તે ક્ષણે જે–અનુભવ્યું હશે! આજે તે નવું વર્ષ શરૂ થાય છે, આજે તે પર્વ છે, ખુશાલીને દિવસ છે, કરી છોકરાઓના આનંદને વધારવા, ઘરના આનંદને વધારવા, તમે કેટલાં બધાં હાંસિલાં થયાં હશે ! આ બધી આશાએ અને આ ઉદ્યાસે તમારા હૃદયને કેટલું ઉન્નત, કેટલું સુખી બનાવ્યું હશે? તે બધી આશાઓ ફળવાળી થતી જાય અને તે ઉલ્લાસ કાયમને થઈને રહે એ તમે કેટલું બધું ઈરછા છે? પ્રભુ તમારી તે ઈચ્છા પરિપૂર્ણ કરે! હમેશાં પ્રભાત થતાં ઉઠવાનું, સાનાદિથી શુદ્ધિ અને શૃંગારેથી અલંકૃતિ કરવાનું, બાળકોમાં આનંદ ફેલાવવાનું, કુટુંબમાં સદ્ભાવ અને પુનિત હાલ વહેંચવાનું, પ્રભુપ્રત્યે અનન્ય ભક્તિથી દીન થવાનું તમારું નિત્ય કર્મ બની રહે અને આજે પ્રભાતે જે આનંદેત્સવ તમે કર્યો તે દર પ્રભાતે ઉજવે, તે ઉજવવા પ્રભુ સમય, પ્રસંગ અને સ્થિતિ આપે એટલું કહી હવે ભૂતવર્તમાનના જ્ઞાનથી ભવિષ્યને સુંદર સુખરૂપ બનાવવાના જે વિચારો બુદ્ધિશાલી મગજે કર્યા કરે છે તેમાંથી પ્રભુ મને જે કાંઈ સુઝાડશે તે હું તમારી સેવામાં રજુ કરીશ. પહેલાં વર્તમાનની વાત કરીએ. આપણે વર્તમાનકાળ બહુ વિકટ છે. ધર્મ, સંસાર, વ્યાપાર, હુન્નરકળા વગેરે બધામાં હમણું બહુ જ ખળભળાટ
For Private and Personal Use Only