________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે એલ.
કમસમજ છે, ને ઘણું અજ્ઞાન છે. આપણા દેશી ભાઈએ જોડે આપણે નિકટ સબન્ધથી ગુંથાયેલાં છીએ, તે સંબન્ધ કોઈ દહાડો છુટવાનો નથી; માટે આપણી જાતના નિર્વાહ પુરતા કાળ જતાં, બીજો કાળ જેટલા રહે તેટલે સ્વદેશી સ્ત્રીઓ કે પુરુષોનું ભલું કરવામાં કાઢવા જોઈ એ. વળી તે શિવાય કાંઈપણ હસ્તક્રિયાના ઉદ્યોગમાં દિવસને ઘેાડા ભાગ જાય તે તે પણ સફળ થયે જાણવા. મુંબઈની હીંદુ ગુજરાતી સ્ત્રીમંડળનું ભરતકામ, ગુંથણુકામ, શિવણકામ, સેાઇનું કામ વગેરે અમદાવાદના પ્રદર્શનમાં જોઈ દેશના હિતચિન્તકા ઘણા રાજી થયા હતા. તેવા કામને કાંઇ પાર નથી. તેમાં જેટલી ચતુરાઈ મેળવાય તેટલી ઘેાડી છે. પરદેશી સ્ત્રીઓ કરતાં આપણી સ્ત્રીઓએ જરા પણ આવાં કામમાં પાછા હઠવું ના જોઈએ. આપણા કરતાં તે શું કામ આગળ જાય ? એવી સત્ય સ્પર્ધાના ચડસ રાખવા જોઈએ.
જે સ્ત્રીઓને પરમાત્માએ સંતાન આપ્યાં હાય તેમને તે કામ કરવાનું ખુટે તેવું નથી. તેવાં માળકની ઉમર ૬ કે ૭ વર્ષની થાય ત્યાં લગી તેની બુદ્ધિ, નીતિ ને શ્રદ્ધા ખીલવવાનું કામ જનનીનું છે. રમત ગમતમાં તેને રાખી કાં તે। કીન્ટરગાર્ટનની રીતે કે કાં તે બીજી રીતે તેનું શરીર, મન, નીતિ, દેશાભિમાન જેમ પુષ્ટિ પામે તેમ અનિશ માએ તથા ઘરનાં સઘળાં બૈરાંએ પ્રયત્ન કરવા જોઈ એ. જો દરેક માતા પોતાના માળકને મેલતાં આવડે ત્યારથી તેને નિશાળે બેસાડે ત્યાંલગી આવી રીતે કેળવે તે દેશની ઉન્નતિ કેટલી જલદી આગળ વધે ? સ્ત્રીના સર્વ કર્તવ્યમાં બાળકને ઉછેરી શરીરે નિરોગી, બુદ્ધિમાં તીવ્ર, હીંમતવાળું, સ્વદેશાભિમાની, શૂરું ને શ્રદ્ધાવાળું બનાવવાનું કામ ઘણુંજ મોટું છે.
જે સ્ત્રીએ કર્તવ્ય પૂરેપુરૂં બજાવી શકે તે કેવી ભાગ્યશાળી છે ? પેાતાના પુત્ર કે પુત્રીના ઉપર ઉપકાર કરી, પોતાનું કુટુંબ તે સન્નારી તારે છે, એટલુંજ નહિ પણ દેશનું ભલું તે કરે છે.
For Private and Personal Use Only