________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
ગાનારીઓને સ્વર મહોલ્લા બહાર પણ ભાગ્યે જ સંભળાય છે. ઉંચવર્ણની સ્ત્રીઓ માંદલી રહે છે, અને તેમને વારેવારે એસડ વેસડની જરૂર પડે છે, ત્યારે નીચવર્ણની સ્ત્રીઓ જુલાબ કે હોય તે પણ ઘણુંખરી જાણતી નથી. જેમ શરીર નબળું તેમ રેગનું જોર વધારે ને હિમ્મત ઓછી થતી જાય. ભૂતાવળ ( હિસ્ટિરિઆને રેગ) સ્ત્રીઓમાં વધારે શાથી જોવામાં આવે છે? જેમ શરીર નબળું તેમ મન પિગું પડે, અને તેના પર ગમે તેવી અસર થઈ જાય. પિચા મનપર વહેમની ને અજ્ઞાનતાની અસર ઘણી થાય છે. વહેમ અને અજ્ઞાનતાએ ઘણે ભાગે સ્ત્રીવર્ગમાં ઘર કરેલું છે. “મનસા ભૂત ને શંકા ડાકણુ” કહેવામાં આવે છે. તેમ જે “બીએ તેને આવી લાગે એવી કહાણ ચાલે છે, છતાં ભૂતપ્રેતની અસર સ્ત્રીઓ ઉપર વિશેષ થાય છે. કેમકે માણસ મુઆ પછી ભૂત થાય છે ને તે નજીકનાં સગાંને તેમ બીજાને વળગે છે, એ વહેમ સ્ત્રીઓમાં હોય છે, અને વહેમની મારી બીકને લઈને તેઓ છળી ઉઠે છે. આવી આપત્તિઓમાંથી દૂર થવા માટે, સંસારસુખ ભોગવી શકાય તે માટે, અને ભયને વખતે બચાવ કરી શકાય તે અર્થે સર્વે કેઈએ પ્રથમ શરીર સુદઢ રહે એમ કરવું જોઈએ.
“દીકરીની માટીને શા ઝટકા પડનાર છે!”
પણ આપણા ઘરસંસારમાં આપણે શું જોઈએ છીએ? પ્રથમ તે કઈ સ્ત્રીને દીકરી અવતરે કે તેના ઘરનાં માણસ મેં મચકેડે છે અને દિલગીર થાય છે, એટલું જ નહિ પણ જાણે તેમાં તે સ્ત્રીની જ કસુર હોય તેમ તેનાપર અણગમે બતાવી તેની સુવાવડમાં માવજત પણ જોઈએ તેવી થતી નથી. સૈ કેઈ પુત્રપ્રાપ્તિની હરવખત આશા રાખે છે, પણ તે જાણતા નથી કે એકલા પુત્રે જ જન્મે તે સંસાર નભી ન શકે. જેટલી જરૂર પુત્રની છે તેટલી જરૂર પુત્રીની છે, તે વાત લક્ષમાં ન રાખતાં
For Private and Personal Use Only