________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૪૫
નીકળી ન શક્યાં, ત્યારે ચારે તલવાર ખેંચી તેવડે પગનાં કાંડાં કાપવાને ઈરાદે કર્યો. સ્ત્રીએ કહ્યું ભાઈ, તું પગ શા માટે કાપે છે? હું મારા ચેટલાનું નાડું આપું તે ભેરવી ખેંચ એટલે કલ્લાં નીકળશે. નાડું લેઈ ચેર નીચે બેઠે અને જેવું ઉગડો પડી નાડાવડે કલ્લાં ખેંચવા જાય છે, તેવું જ તે બાઈએ જમીન ઉપર પડેલી ઉઘાડી તલવાર હાથમાં લઈ ચેરનું માથું ઉડાવી દીધું! એ જ પ્રસંગે એક બીજી સ્ત્રીએ ચેર નીચે નમ્યું કે તેને પકડી બગલમાં ઘા. ચેરે છૂટી જવા ઘણું ફાંફાં માર્યા અને કંઈ ન ચાલ્યું ત્યારે તે સ્ત્રીને બચકાવા લાગ્યું, પણ તેણી તેને એજ સ્થિતિમાં બીજા ગામ સુધી ઘસી ગઈ! આથી પણ જબરું દષ્ટાંત એક વિધવા વાણુઅણુનું છે. તે પોતાના પિતા સાથે, ગાડામાં બેસી પરગામ જતી હતી. રસ્તામાં સામાં ત્રણ ચાર મળ્યા. એકે ગાડીવાનને ડાંગ મારી નીચે પાડ્યો; બીજાએ વાણઆને લાકડીઓ મારી બેશુદ્ધ કર્યો, અને ત્રીજાએ ગાડું
કર્યું. આવી સ્થિતિ જોઈ પિલી બાઈએ ગાડાનું એક આડું ખેંચી કાઢયું, અને કાછડે વાળી નીચે કૂદી પડી. તેણે નજીકના એક ચેરના માથામાં એવા જોરથી આડું માર્યું કે તે ભેયભેગે થઈ ગયે. ગાડું રોકનારની પણ એજ વલે કરી એટલે ત્રીજો ચર નાસવા લાગ્યું. તેની પેઠે તે બાઈ પી, પણ ચાર વાડ કુદીને નાસી ગયે. બાઈએ ગાડીવાનને શુદ્ધિમાં આણું તેની મદદથી બન્ને ઘાયલ થએલા ચેરને તથા પોતાના પિતાને ગાડામાં નાખ્યા, પિતે હાથમાં આડું રાખી ગાડામાં ચઢી બેઠી અને ગાડીવાનને ગાડું ચલાવવા હુકમ કર્યો. તે સોને લઈ નજીકના ગામ ગઈ અને ત્યાંના ચેરામાં ઘાયલ થયેલા તહોમતદારે, મૂખી પટેલને હવાલે કરી દીધા ! હવે કહે કે આ કરતાં વધારે હિમ્મત અને શૂરાતન પુરુષવર્ગ પણ કેટલું બતાવી શકે?
હિમ્મતવાન સ્ત્રીઓ પાશ્ચાત્ય દેશની સ્ત્રીઓની હિમ્મતવિષે તમે અજાણ્યાં નહિ
For Private and Personal Use Only