________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
સ્ત્રીઓને સદેશ.
વવામાં આવે છે. લેકનાં વખાણ સાંભળવા માટે કુલણજી થવું એ ચહાવા લાયક નથી. પેટે પાટા બાંધીને વૈતરું કરવું અને શુભાશુભ પ્રસંગે ઘીની છોળો ઉડાવવી એ શું ડહાપણું ભરેલું છે?
તંદુરસ્તી માટે કસરતની જરૂર. છોકરીઓને વળી કસરત કેવી એવું ઘણાં બૈરાં કહે છે, અને નિશાળમાં કસરત ચાલતી હોય તે તે વિષે હાસ્ય કરે છે. જેમને ઘરના કામકાજથી અંગકસરત જોઈએ તેટલી થતી હોય તે છોકરીઓને બીજી: કસરતની જરૂર નથી, પરંતુ જેમને ઘરનું કામકાજ કરવું ન પડતું હોય તેમને કસરતની ખાસ જરૂર છે, કેમકે લોઢાની માફક શરીર પણ ઘસાયા વગર કટાય છે ને ખવાઈ જાય છે. પ્રાણીમાત્રને ઈશ્વરે કામકાજ કરવા સરજયાં છે. પશુપક્ષીઓ આખો દહાડો ફર્યો કરે છે. “ફરે તે ચરે” એ કહેવત પણ એથીજ ઉત્પન્ન થઈ છે. જેણે કામ કર્યું તેણે કામણ કર્યું એ કથન છેટું નથી. કામ કરવામાં નાનમ નથી. કામ ન હેય એટલા માટે આખે દહાડે પડી રહેવું કે બેસી રહેવું એ બરાબર નથી, એથી અનેક જાતના રોગ અંગમાં દાખલ થાય છે. શ્રીમંત લોકને ત્યાં સંતાનની બેટ હોય છે તેનું કારણ મુખ્ય કરીને શરીરની નિર્બળતા છે. બેશી રહેવાથી ખાધેલું પચતું નથી અને તેથી શરીર નબળું પડે છે. દેવ દેવસ્થાન ગામની બહાર દૂર રાખેલાં હોય છે તેનું એક કારણ લેકેને દર્શન કરવા જતાં કસરત અને ખુલ્લી હવાને લાભ મળે, પણ શ્રીમંતનાં બૈરાં તે જાણે પૃથ્વી ઉપર પગ પણ ન મંડાય તે સારું એમ સમજી દર્શન કરવા પણ ગાડીઓમાં બેસીને જાય છે. ગામ કરતાં બહારની હવા વધારે સ્વચ્છ હોય છે. ઘરના બંધિયાર ઓરડામાં રાતદિવસ કાઢવાથી ખુલ્લી ને સ્વચ્છ હવાને લાભ મળતો નથી. જ્યારે દરિયાકાંઠે સેંકડે પારસો ને મડમેને ફરતી જોઈએ છીએ ત્યારે ત્યાં હિંદુ-ખાસ કરીને ગુજરાતી સ્ત્રીએ જવલે જ નજરે પડે છે.
For Private and Personal Use Only