________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૪૯
ઘણી માતાએ બગાડે છે. બાળપણમાં પરણાવી દેવાની અને પિતાના હાથ કંકુના કરવાની તે હઠ લે છે, આજુબાજુને વિચાર કર્યા વગર તે અમુક ઠેકાણે જ પરણાવવાની જીદ કરે છે, દીકરીને શિક્ષણ આપવાના કામમાં પણ તે આડી આવે છે અને કેટલીકવાર તો તે દીકરીને સાસરે જતાં ઉંધી શીખામણ આપે છે.
ઘરની રાણી સીએ. ઘર એ સ્ત્રીનું કહેવાય છે અને તેથી જ તેને ઘરધણીઆણું કહે છે. ઘરનું રાજ તેને સોંપાએલું હોય છે, પરંતુ આપણે ઘણી વાર જોઈએ છીએ કે સ્ત્રીઓ રાજસત્તા બેઈ બેસે છે, કેમકે તે ચલાવવાની તેનામાં શક્તિ કે આવડત હોતી નથી, એ રાજ ચલાવવા માટે જે જ્ઞાનની જરૂર છે તે મેળવતી નથી, એને માટે જે અનુભવ જોઈએ તે તે સંપાદન કરતી નથી; એને સારુ જે સામદામ ઉપાય લેવા જોઈએ તે લેતાં તેને આવડતા નથી. કાં તે તે અતિ મિજાસી હોય છે કે કાં તે તે અતિ ભલી નીવડે છે, એટલે ઘરનાં માણસે કાં તે કંટાળે છે કે કાં તે તેને ગણકારતાં નથી. ઘરખટલો ચલાવવામાં કાં તે તે અતિ ઉદારતા દેખાડે છે, કે કાં તે તે અતિ કંજુસાઈ બતાવે છે. તેનું પરિણામ એ આવે છે કે કાં તે તેનું રાજપદ તેને ધણી છીનવી લે છે, કે કાં તે તેથી ઘરની ખરાબી થાય છે. ઉડાઉપણથી ઘર ખાલી થઈ જાય છે, ને કંજુસાઈથી ઘરમાં રહેનાર હેરાન થાય છે. મધ્યમ માર્ગ કરકસરને પકડ્યા વગર ઘર સારી રીતે ચાલે નહિ. ઘરનાં વૃદ્ધ વડિલે સાથે ને નાનાં બાળકો સાથે કેવી રીતે વર્તવું તે ઘણી સ્ત્રીઓ જાણી શકતી નથી. બધાંના મિજાજ એકસરખા હોતા નથી, તેથી ઘર નિભાવવામાં ઘણી યુક્તિ કરવી પડે છે. કેટલીકવાર “બારણાં ઉઘાડાં ને ખાળે ડાટા”ની માફક–ખાવા પીવામાં ને ખરા સુખનાં સાધનામાં કંજુસાઈ કરવામાં આવે છે, અને દરદાગીના પાછળ અને નાતવરા પાછળ ધોતાળપણું બતા
For Private and Personal Use Only