________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સશ.
હશે. તેઓ ભયની દરકાર કરતી નથી. ઘેડે બેશી શરતમાં ઉતરે છે, કે શિકારે જાય છે. મુંબઈના એક વડા ન્યાયાધીશની પત્ની આફ્રિકામાં સિંહને શિકાર કરવા જતી એ વાતથી તમે વાકેફગાર હશે. એ દેશની સ્ત્રીઓ એકલી મુસાફરી કરી શકે છે, તેઓ રાની મુલકમાં ભટકવા જાય છે ને પિતાના બચાવ માટે પાસે હથિયાર પણ રાખે છે. આમાંનું કંઈ આપણી સ્ત્રીઓ કરી શકતી નથી. તેમને આવી બાબતોમાં પુરુષો ઉપર આધાર રાખવું પડે છે. એમ છતાં તમારાં પ્રમુખ સ. શ્રીમતિ જમનાબાઈ સઈ અને તેમની કેટલીક સહિયરેએ ગયા વર્ષમાં દુષ્કાળ નિમિત્તે જે પ્રવાસ કરવામાં હિમ્મત બતાવી છે, તે સને અનુકરણ કરવા એગ્ય છે. ખરા તાપમાં જંગલની અંદર ગાડામાં બેશીને એકલાં મુસાફરી કરવી એ કંઈ ઓછી સહનશીલતા ને હિમ્મતનું કામ નથી! “હિમ્મતે મરદા તે મદદે ખુદા” એ કહેવત બન્ને જાતિને સરખી રીતે લાગુ પડે છે.
વહેમી સીએ. કોઈ કહેશે કે બૈરાને ક્યાં લડવા જવું છે કે તેમને હિમ્મત ને શૂરાતનની જરૂર પડે? તેમને તે સદાય મકાનમાં રહી ઘરબંધ કરવાનું છે. સ્ત્રીઓને કયાં નેકરી કરવી છે, કે તેઓ કેળવણી લે તેના જે આ પ્રશ્ન છે. હિમ્મત અને શુરાતન બતાવવાના પ્રસંગ સ્ત્રીઓને માથે પણ આવી પડે છે અને તેટલા માટે એ ગુણે પ્રાપ્ત કરવાની અથવા તેમને ખીલવવાની જરૂર છે. કસરતથી શરીર તંદુરસ્ત રહે છે ને જોરાવર થાય છે. પગ ઉપર પગ ચઢાવી બેસી રહેવાથી કે અંગ ન કસાય એવું કામ. કાજ માત્ર કરવાથી શરીર કસાતું નથી, અને તેથી તે પીળું દેડકા જેવું અથવા નિર્માલ્ય થઈ જાય છે. એક કેળણ એકલી બેધડક અને ઉતાવળી પરગામ ચાલી જાય છે, તેવું ઉંચવર્ણની સ્ત્રીથી કેમ થઈ શકતું નથી ? બે ત્રણ કેળણે ગાવા માંડે તે આખું ગામ ગજવી મૂકે છે, ત્યારે પાંચ પચીશ ઉંચવર્ણની
For Private and Personal Use Only