________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ..
મદદ કરી છે. અને, એવી મદદ જ્યાં તમે કરી છે, તમારે કરવાની હાય છે, ત્યાં તમારી અને તમારા કુટુમ્બના પુરુષસમન્થીઓ વચ્ચે કેવા ઘાડા અને કેવા વિશુદ્ધ સદ્ભાવ હોય છે? એક રાજાના કુટુમ્બમાં અથવા તવંગર શેઠીઆએના ઘરમાં પતિપત્ની વગેરે વચ્ચે જે સદ્ભાવ જે ઘાડ અવિચ્છિન્ન અવિચ્છેદ્ય સદ્ભાવ હોવા જોઈએ તે જોવામાં નથી આવતા, તે કેટલીએક વાર ગરીબ કુટુમ્બેમાં જોવામાં આવે છે; અને તેનું કારણ એ છે કે ત્યાં સ્રી વિષમતાને ભાર વહેવામાં પુરુષને મદદ કરે છે. તમારા આ સેવકને કેટલાંક નાનાં રાજકુટુમ્બાના, મધ્યમ સ્થિતિના ગૃહસ્થાના જીવનના અને કંઈક ગરીબ જનસમાજના જીવનના ઢંગના પણ અનુભવ છે, અને એ ખાત્રીથી કહી શકે છે કે જ્યાં આર્થિક કારણસર ગૃહકાર્યમાં સ્ત્રીઓને ભાગ લેવા પડે છે ત્યાં સાચા સદ્દભાવ તે કારણથી લેશ પણ આ હાતા નથી; ઉલટા પ્રકાર અને અંશ ખન્નેમાં વધારો હોય છે.
અને, આર્થિક કારણસર આપણે આપણા ઘરનું કામ કરવું પડે તેમાં નાનપ માનવાનું કંઈ જ કારણ નથી. આર્થિક આવશ્યકતાઓ પાસે નાના મોટા સર્વને નમવું પડે છે. રાજપદ ધારણ કરનાર કેટલાક એવા મેં જોયા છે કે જેમને મુંબઈના એક સાધારણ ગૃહસ્થ જેટલા પણ વૈભવ નહિ હોય; તેઓ પોતે જ પેાતાના મન્ત્રી અને પેાતાના કારકુન સુદ્ધાંત અની જાય છે; પણ તેથી તેમના જન્મસિદ્ધ રાજને જરા પણ લાંછન લાગતું નથી. તેમ તમારે પણ તમારા કુલપતિની આર્થિક સ્થિતિને અનુકૂલ થઈ જવામાં કોઈ પણ તરેહના સંકેાચ રાખવાનું કે કોઈ પણ તરેહની સવિશેષ હતભાગ્યતા માનવાનું કારણ નથી. એટલુ જ નહિ પણ તેવા પ્રસંગમાં તમારા કુલપતિ તરફ તમારા પ્રેમ છે, તમે વૈભવનાં નહિ પણ પ્રેમ અને સદ્ભાવનાં ભૂખ્યાં છે!, તમારાથી ખની શકે તેટલી રીતે તેમના સુખને માટે, તેમને ભાર હલકા કરવાને માટે, તેમની લાજ આબરૂ વધારવાને માટે,
For Private and Personal Use Only