________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
સ્ત્રીઓને સન્દેશ.
કે આલ્યમાં પિતાના વશમાં, ચૈાવનમાં પતિના વશમાં અને પ્રાપ્તકાલે પુત્રના વશમાં સ્ત્રીઓએ રહેવું જોઈએ; સ્ત્રીએ સ્વતન્ત્રતા ભજવી નહિ.
આ વચનામાં સમાયલું રહસ્ય સમજાવવાના હું જરા યત્ન કરીશ. સ્ત્રીને જીવનયાત્રાની ચિંતામાંથી એટલે સુધી મુક્ત કરી છે કે પિતા અને પુત્રને અભાવે પતિના સપિણ્ડવગે અને તે નહાય તા પિતૃપક્ષે તેમનું ભરણપાષણ કરવું. અને આવી રીતે ભરણપોષણ કરનાર કોઈ ન મળી આવે તે રાજાએ સ્ત્રીઓનું ભરણપોષણ કરવું. આટલે સુધી સ્ત્રીવર્ગના નિર્વાહના બેજો સગાં સબન્ધીએ અને જનસમાજ ઉપર મૂકવાની સાથે સ્ત્રીએ સ્વતન્ત્રતાના આશ્રય ન લેવા એવું વચન છે એ ધ્યાનમાં રાખવાનું છે. તેમ છતાં પણ અસ્વાતન્ત્ય સ્મૃતિના દુરુપયોગ ન થાય તે માટે, અથવા તે દુરૂપયોગના પ્રતિકારરૂપે, સ્ત્રીધનની ચેાજના કરવામાં આવી છે, અને સ્ત્રીધન ઉપર સ્ત્રીઓને સ્વતન્ત્ર અધિકાર આપીને આ અસ્વાતંત્ર્યની વિષમતાના કંઈક પ્રતિકાર પણ કર્યાં છે.
પુરુષના પૂયસ્થાન ઉપર સ્ત્રીને મૂકીને તે ત્યાં હરહમેશ ટકી રહે તે સારૂ પુરુષની અનુમતિ વિના કાઈ પણ કાર્ય સ્ત્રીએ ન કરવું એવા ઉપદેશ કરવામાં પૂછ્યતાથી ભ્રષ્ટ થવાના કોઈ પણ પ્રસંગ ન આવે એવી સ્થિતિ સંપાદન' કરવાનો ઈરાદો છે. • રાજાને હાથે કાંઈ પણ ખાટું કાય થાય નહિ એ અંગ્રેજ રાજ્યતન્ત્રનું સૂત્ર તમે જાણતાં હશેા. એના અથ એવા છે કે રાજાને હાથે ખેટું કાર્ય થયું હોય તે પણ તેની જવાબદારી રાજાની નથી પણ રાજાના મન્ત્રીની છે. અને તે માટે મન્ત્રીની સંમતિ વિના રાજાએ કંઈ પણ કાર્ય ન કરવું એવા નિયમ અંગ્રેજી રાજ્યનીતિમાં પ્રવર્તે છે. પમ્રાજ્ઞીશ્વસુરે મવ, સમ્રાજ્ઞી શ્વથામા એ વેદોક્ત આશીર્વચનના અસ્વાતંત્ર્યસ્મૃતિ સાથે સમન્વય આવાજ તર્કથી થઈ શકશે. કુટુંબની જીવનયાત્રાની અને લાજ
For Private and Personal Use Only
ܕ