________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
પામે છે; અને જે કુલમાં તેમને દુઃખ નથી હતું તે કુલમાં હંમેશાં ધનધાન્યસમૃદ્ધિ વૃદ્ધિ પામે છે. જે કુલની સ્ત્રીએ પૂજા ન પામવાથી ‘આમનું અનિષ્ટ થો' એવા શાપ આપે છે તે કુલ કામણુટુંમણું થયું હોય તેની પેઠે વિનાશ પામે છે; માટે, સમૃદ્ધિ મેળવવાની કામનાવાળાએએ સ્ત્રીઓનું સદાસર્વદા ભૂષણ અને અન્નવસ્રદિકથી પૂજન કરવું; અને ખાસ કરીને સત્કાર અને ઉત્સવાના પ્રસંગામાં. (મનુઃ ૩; ૫૫ થી ૫૯)
આ તમારૂં આપણા આદ્ય મહારાજ મનુભગવાને આપેલું અનિવાર્ય હકપત્ર છે. પુરુષાનાં તમે પૂજાપાત્ર છે; તેમના સમાન નહિં પણ તેમનાથી ઉંચાં; તેમની પૂજા પામવાને પાત્ર: આ તમારા હક, તમારે અમારા સંઅન્ય પૂજ્યપૂજકના સંબન્ધ છે. તમે અમારાં પૂજ્ય છે; અમે તમારા પૂજક, પૂજારી છીએ. તમે અમારાથી હલકાં નથી. અમે તમારા સમાન નથી; પણ તમે અમારાથી ઊંચાં છે, નહિ તે તમે અમારાં પૂજ્ય શી રીતે હાઈ શકે ? તમે અમારાં સેવક નથી, તમે પુરુષનાં દાસ, ગુલામ, નથી, પણ તમે તેમના દેવરૂપે છે. તમારૂં પૂજન કર્યાથી પુરુષોનું ઐહિક, આસુષ્મિક કલ્યાણ થાય છે. તમારા શાપથી અમે નષ્ટ થઈએ છીએ. અમને કલ્યાણની ઇચ્છા હાય-અમને વૃદ્ધિની પ્રાગ્રેસ સંપાદન કરવાની ઇચ્છા હોય તેા અમારે તમારૂં પૂજન કરવું એવી મનુભગવાનની અમને અનુલ્લંઘનીય આજ્ઞા છે. અમારે તમને દેવરૂપ માનવાં જોઈએ, તમને પરિતાપ ન થાય, તમને દુઃખ ન થાય, તમને ક્લેશ ન થાય તે રીતે અમારે તમારી સાથે વર્તવું જોઈએ. અમારે દેવની કૃપાની ઇચ્છા હોય, અમારા જીવનમાં દેવત્વ સંપાદન કરવાનું અમારૂં કર્તવ્ય હાય, તા અમારે તમારી સાથે પૂજ્યપૂજકભાવથી વર્તવું જોઈ એ.
ઉપરના હકપત્રના અમે ઘણીવાર ભંગ કરીએ છીએ એ વાતને હું એકદમ સ્વીકાર કરીશ. અને અમે તેનાં પિરણામે
For Private and Personal Use Only