________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દશ.
વર્ષની અંદર તમે પિતે જ કેટલું કરી બતાવ્યું છે? આઠ વર્ષમાં તમારી સંખ્યા પચાસથી વધીને લગભગ ત્રણસો ઉપર પહોંચી છે. તમારા જાશુકના ફંડમાં તમે લગભગ બે હજાર રૂપિયા જેટલી રકમ જમાવી શક્યાં છે. વર્ષોવર્ષ તમે પાંચસે રૂપીયા ઉપર લવાજમમાં એકઠા કરે છે, અને તેમાંથી સ્ત્રીઓને વિનેદ સાથે સધ આપે એવા અનેક પ્રસંગે ઉપજાવી, તમારી વ્યવસ્થાશક્તિને તમારા ઉત્સાહને અને ઉપજ ખરચના વિચારમાં તમારી વિવેકબુદ્ધિને શોભા આપે તેવી રીતે ખરચ કરે છે. તમે નિયમિત રીતે સભાઓ ભરે છે, સારા સારા વિષયે ઉપર સ્ત્રી તથા પુરુષ હિતચિન્તકેને તેમ જ તમારા પિતાના સભાસદેનાં વ્યાખ્યાને નિયમિત રીતે સાંભળો છે, અને નૂતન વર્ષ તથા નવરાત્ર જેવા માંગલિક પ્રસંગમાં ઉન્નત અને સંસ્કારિત સ્ત્રીસ્વભાવને છાજે તેવા સ્નેહસંમેલને કરી તમે મુંબાઈના ગુજરાતી સ્ત્રીવર્ગના જીવનમાં એક નવ રસ દાખલ કર્યો છે. અને, સર્વના મુકુટરૂપે તમારા વાષિક મેળાવડામાં આપણા રાજ્યવીર માનવંતા શેઠ દાદાભાઈ નવરોજીની જયન્તીને પ્રસંગ, તે મહાત્માના ગૌરવને છાજે તેવી રીતે ઉજવી, તમે મુંબઈના પુરુષવર્ગને શરમિંદ કરે છે. તમારું આટલું કાર્ય આઠ વર્ષની વયના કેઈપણ મંડળને શેભા આપનારું છે, તે “સ્વાતંત્ર્યહીન” સ્ત્રીમંડળને માટે હોય એમાં કાંઈજ નવાઈ નથી. તમારી આ કૃતાર્થતાને માટે હું તમને અંતઃકરણપૂર્વક અભિનન્દન આપું છું. અને તે માટે પ્રેઢ વયનાં પણ ઉત્સાહ અને ઉદ્યોગશીલતામાં યુવતીઓને પણ શરમિંદા કરી નાંખે એવાં તમારા માનવંતા પ્રમુખ સે. જમનાબાઈ સકઈને મુંબઈમાં વસતા ગુજરાતી પુરુષવર્ગ તરફથી હું ઉપકાર માનું છું.
બહેને! સન્નારીઓ! તમારા તરફ અમારા, પુના, અપરાધો ઘણું છે. અમે તે અપરાધનાં પ્રાયશ્ચિત પણ ઘણાં ભેગવ્યાં છે અને અત્યારે ભેગવીએ છીએ, અને કેટલાક કાળ
For Private and Personal Use Only