________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
સ્ત્રીઓને સશ.
-
-
--
--
-----
-
સાસુન કે સુરત સિલ્કસ મીલમાં બનતી દેશી સાડીઓ તમારે માટે ખરીદી તમને અર્પણ કરીએ અને તે જ માલ ખરીદવાને તમને પણ આગ્રહ કરીએ તેમાં તમે અમને દેષ દેશે નહિ. એટલું જ નહિ પણ જે દેશકાલમાં તમારા મજશેખમાં કંઈ ન્યૂનતા લાવવાની અમને વૃત્તિ થઈ છે તે દેશકાલની બરાબર તુલના કરી તેમાં આપણું જનમંડળનું કર્તવ્ય શું છે તે બરાબર સમજી અમે ખલન કરતા હઈએ તે અમને વારવા એટલે સુધી પણ અમે તમારી સહાયતા માગીએ છીએ. સાંસારિક જીવનમાં પણ તમને પ્રસન્ન રાખવાં એ અમારી ફરજ છે, છતાં લાંબા કાળથી ચાલતા આવેલા કમથી અન્યથા વર્તન કરવાના પ્રસંગમાં તમારી અનુકૂળતા મેળવવાની અમને વારંવાર જરૂર પડે છે. તમારી પ્રસન્નતા સિદ્ધ કરવા અમારે તમને ખરી વસ્તુસ્થિતિ સમજાવીને તમને અનુકૂલ કરવાં જોઈએ. કારણ કે તમારા ઉપર અમલ કરીને તમને અનુકૂલ કરવા કરતાં તમને અમારા જેવા વિચારનાં જ કરીને અનુકૂલ કરવામાં તમારા અમારા પૂજ્યપૂજકસંબંધની જ પુષ્ટિ થાય છે. અને આ સારૂ તમને ઊંચી કેળવણી આપવાનું, અમારી વિષમતાઓ સમજવાની માનસિક શક્તિ તમારામાં અવતારવાનું, અને અમારી વિષમતાઓને અનુભવ લેવા અમારા જેવા કાર્યોમાં થડે તમને દેરવાનું પણ અમને પ્રાપ્ત થાય છે.
તમને અજ્ઞાન રાખવામાં અમને કંઈજ લાભ નથી; તમને નબળાં રાખવામાં અમને કંઈજ લાભ નથી, તમને અનુભવહીન રાખવામાં અમને કંઈ લાભ નથી. ઉલટું અત્યારના દેશકાલમાં તમને વિદ્યાબેલ અને અનુભવ સંપન્ન કરવામાં અમારે પણ સ્વાર્થ રહે છે. હવે અમારી આંખ ઉઘરી છે. તમને જ્ઞાનઅલ અને અનુભવવિનાનાં રાખવામાં અમે અમારું અને અમારા જગતનું અકલ્યાણ કર્યું છે એવું અમને હવે સમજાયું છે. મારે કહેવું જોઈએ કે અમે પણ તમારાથી બહુ જઈએ તેવા ન હતા.
For Private and Personal Use Only