________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨.
સ્ત્રીઓને સશ.
નવા વર્ષના બે બોલ.
( સંવત્ ૧૯૯૯) લેખક–રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા.
વહાલી બહેને,
તમારા હૈશીલા મંત્રી અને મારા મિત્ર શેઠ ભવાનીદાસ નારણદાસ મેતીવાળાની ખાસ ઈચ્છાથી હું તમને નવા વર્ષની ભેટ તરીકે બે બેલ અર્પણ કરવા માગું છું. તમે જે એક દાયકામાં સ્તુતિપાત્ર કામ કર્યું છે તેને માટે તમને મુબારકબાદી આપું છું, અને ઈચ્છું છું કે તમે નવા વર્ષમાં દેશહિતનાં વધારે શુભ કાર્યો કરે તથા આબાદી ને સુખ–શાન્તિ ભેગ.
અગાઉની બહાદૂર સ્ત્રીઓ 'બહેન, તમે જાણે છે કે સીતા, દમયંતિ અને દ્વિપદી જેવી સતીઓએ પોતાના સ્વામીઓના સંગમાં વનવાસ વેઠી અસહ્ય દુઃખ સહન કર્યાં હતાં; તમને ખબર છે કે પૂર્વે રાણીએ પિતાના પતિઓ સાથે શીકાર કરવામાં નીડરપણે સામેલ થતી હતી; તમને માલમ છે કે સ્ત્રીઓએ હથિયાર ધારણ કરી રણુજંગમાં પુરુષને હેરત પમાડે એવાં પરાક્રમ કર્યો હતો, અને તમારા વાંચવા સાંભળવામાં એ પણ આવ્યું હશે કે રાજ્ઞીઓ તથા બેગમેએ રાજતંત્રનું વિષમ કામ હિમ્મત અને ખંતથી તેમ ચતુરાઈથી ફતેહમંદ રીતે પાર પાડ્યું હતું. પરંતુ, તમે કહેશે કે એ સૈ કરનાર રાજકરતી કેમની બૈરીઓ હતી, અને તેઓને હિમ્મત અને હોંશિયારી વારસામાં મળેલી હતી, પણ અમે ક્ષત્રીયવટ ન ધરાવનારી અબળાજાતિ શું કરી શકીએ?
For Private and Personal Use Only