________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
હાઈ અમારામાં રાજ્યકીય મતભેદની અસહિષ્ણુતાને ગંભીર વ્યાધિ દાખલ થયેલ છે તેથી, દાદાભાઈ નવરોજી જેવા નરરત્નના આપણા ગુણજ્ઞાનને પુરાવા આપવાનું કાર્ય પણ અમે તમને સોંપ્યું. હજી તમે જેમ જેમ વધારે ગ્યતા સંપાદન કરતાં જશે તેમ તેમ અમે તમને ઘણું કામ સોંપતા જઈશું, અમે તમારી સહાયતાની વધારે ને વધારે અપેક્ષા કરીશું, અને અમારા અસ્વસ્થ જીવનમાં જ્યાં જ્યાં ખટ જણાશે ત્યાં ત્યાં તમારી મદદથી તે ખોટ પૂરવાના યને હમેશાં કરીશું. પરન્તુ, આ પ્રસંગે મારે એક સલાહ તમને આપવાની છે. અમે બહુ સ્વાર્થી છીએ. તમારે માથે વધારે પડતે બે નાંખી દઈએ એવું પણ બને. તેવા પ્રસંગમાં તમારું બાલસંરક્ષણરૂપ કાર્ય જરા પણ મંદ ન થાય તે બાબત કાળજી રાખવા મહેરબાની કરજે, અને તે મંદ કરવું પડતું હોય ત્યાં અમે ગમે તેટલી વિનંતિ કરીએ તેપણ તમે અમને સહાયતા આપવાની બેધડક ના કહેજો.
બહેને! સન્નારીઓ! અત્યારે આપણે વિલક્ષણ દેશકાલમાંથી પસાર થઈએ છીએ તે તમારું અજાણ્યું નથી. છેલ્લાં પચીસ પચાસ વર્ષથી તે દેશકાલ તમને પણ સમજાય છે. દેશનું આર્થિક જીવન છિન્નભિન્ન થઈ ગયું છે. રાજ્યજીવનમાં અનેક વિષમતાઓ ઉત્પન્ન થતી આવે છે, અને સંસારનાં કષ્ટ તે આપણે માથે ચૂંટેલાં છે જ. આર્થિક જીવનની છિન્નભિન્ન સ્થિતિને લીધે સ્વદેશી માલ વાપરવાનું, સ્વદેશમાં આપણું ખપને માલ બનાવવાના ઉદ્યોગ કરવાનું, વ્રત લેવાની અમને જરૂર જણાઈ છે. આવી જરૂર છે તે તમે પણ સમજે છે. અને તે પ્રસંગમાં અમારાથી બનતું કરવાની સાથે અમે તમારી પણ સહાયતા માગીએ છીએ. સારાં મને હારી વસ્ત્રાભૂષણે અપને તમને સંતુષ્ટ કરવાં એ અમારે ધર્મ છે અને સ્વાભાવિક સ્થિતિમાં તે પાતાળમાંથી પણ ઈષ્ટ વસ્તુ લાવી તમને અર્પણ કરવી એ અમે અમારું કર્તવ્ય સમજીએ છીએ. પણ અત્યારના પ્રસંગમાં અમે જાપાન કે મન્સની બનાવટનાં રેશમનાં વસ્ત્ર તમારે માટે ન લાવીએ, અને ડેવીડ
For Private and Personal Use Only