________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
૩૩
આબરૂની જેના ઉપર જવાબદારી રહેલી છે તે પુરુષવર્ગની અનુમતિ વિના સ્ત્રીઓએ, ગૃહત–ની “સમ્રાજ્ઞી ” ઓએ, કંઈ કાર્ય ન કરવું એ ઉપદેશમાં સ્ત્રીઓને અધિકાર છીનવી લેવાની યુક્તિ નથી પણ એમને દુઃસાધ્ય જવાબદારીમાંથી મુક્ત રાખવાને અને જે પૂજ્ય પદ એમને આપવામાં આવ્યું છે ત્યાં તેમને કાયમ રાખવાનો હેતુ છે એવું સ્પષ્ટ સમજાશે. સ્ત્રીને હાથે ગમે તેવું ખોટું કાર્ય થાય તે પણ તેને દેષ સ્ત્રી ઉપર ન મૂકતાં તેની નજીકના પુરુષ સંબધીઓ ઉપર આપણા જનસમાજમાં મૂકાય છે, એ આપણે હમેશાં અનુભવીએ છીએ, અને તેનું કારણ હવે તમે સમજી શકશે.
સ્ત્રી સંસારની અધિષ્ઠાત્રી છે, તે સ્વરૂપમાં તે પુરુષવર્ગની પૂજ્ય છે. સંસારના નાના મેટા કેઈપણ કાર્યમાંથી સ્ત્રીને બાતલ કરવામાં નથી આવી, પણ પુરુષની અનુમતિથી કાર્યમાત્ર કરવાને ઉપદેશ કરવામાં આવ્યું છે, અને આને હેતુ સ્ત્રીના ઉપર જવાબદારીને બેજે ન રાખવાને, નિષ્કલતાના દેષને આપ આવવાના પ્રસંગથી તેને દૂર રાખવાનું છે, એ હવે સ્પષ્ટ સમજાયું હશે.
વારુ! પણ ભાંડ ઘસવાનું, દળણાં દળવાનું, પાણી ભરવાનું, એવું કામ અમારી સ્ત્રીઓને કરવાનું આવે છે તે પણ શું પૂજ્ય ભાવનું જ સ્વરૂપ છે કે હું તમને તેને પણ જવાબ આપવા યત્ન કરીશ. તમારી આવી મદદ તે પણ તમારા ઉપર અમારે પૂજ્યભાવ ટકી રહેવાનું એક કારણ છે. તમારા પુરુષવર્ગની આર્થિક સ્થિતિ જ્યાં તમને એશઆરામ આપી શકવા જેટલી બલવાન નથી ત્યાં તમે તમારી સ્વાભાવિક ઉદારતાથી તે કામ માથે લીધું છે. જનસમાજની સામાન્ય બુદ્ધિએ સ્ત્રીપુરુષના ભાર વિભાગમાં એ કામ તમારે માથે નાંખ્યું છે. તે ભારનો પૂર્ણપણે નિર્વાહ કરી તમારા સંબજવાળા પુરુષવર્ગને તમે અમૂલ્ય
For Private and Personal Use Only