________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ એલ.
તમે યત્નશીલ છે, એવું, તેમને તેમજ તમારી આસપાસના જનસમાજને સમજાય, તેવું વર્તન રાખવાથી તમે તમારી પૂજ્યતાની વૃદ્ધિ જ કરો છે. જગતના જીવનમાં આર્થિક તત્વ હમેશાં અહુ અગત્યનું સ્થાન ભાગવે છે. તે તત્વનાં આંતર ચક્રો બહુ અલવાન છે અને આપણા જીવનનાં બીજાં બધાં કાર્યોંમાં તે એક અથવા ખીજીરીતે પેાતાના પ્રતાપ બજાવે છે. કેટલીકવાર આપણી આંતરવૃત્તિને ક્રૂર મૂકીને આર્થિક અનુકૂલતાની અનિવાર્ય મર્યાદાઆને આપણે તાબે થવું પડે છે. આ પ્રસંગમાં, šના ! સન્નારીએ ! તમારી ઉદારતા, તમારી ક્ષમાશીલતા, તમારી વિવેકમુદ્ધિ અને તમારા સ્વાર્થાર્પણથી-એક શબ્દમાં કહું તે તમારા સાચા સ્ત્રીત્વથી, તમારી સત્પાત્રતા વૃદ્ધિ પામે છે, ઘટતી નથી.
૩૫
તમારા ગૃહપતિની આર્થિક અનુકૂલતાની મર્યાદાઓને વશ થઈ ને તમારે જ્યાં ગૃહકાર્યેાના ખાજો વહેવાના છે ત્યાં તે આજો વહેવાના હોવાથી તમારી સ્થિતિ ગુલામગિરીની છે એવું લેશ પણ સમજશે નહિ. ફરી એકવાર કહું છું કે, ત્યાં તમારા સ્વભાવથી જ તમારા ગૃહપતિનાં સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં તમે દારા છે, અને તેથી તમારી પૂજ્યતાની, તમારી સત્પાત્રતાની, વૃદ્ધિ થાય છે અને જનસમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે છે, ઘટતી નથી એવું નિશ્ચયપૂર્વક માનો. પરન્તુ અમે જ્યાં વિત્તશાહેચ કરીને તમારી પાસે ઘરધંધા કરાવીએ ત્યાં બેશક અમે દોષપાત્ર છીએ. અમે ગાડી ઘેાડાની—અરે ભૂલ્યા, માટેારટેકસીની,—હેલ કરતા હઇએ અને તમને ઘરધંધામાં ગેાંધી મૂકીએ તેના જેવા તમારા તરફ અમારે બીજો અપરાધ ન હોઈ શકે. તે પ્રસંગમાં તમારા હકના સવાલ ઉત્પન્ન થાય, તમને અસ્વતન્ત્રતા વિષમ લાગે, તમારા મનમાં ફ્લેશ થાય, અને તમારા મનના તે કલેશ તમારા માહ્ય વ્યવહારમાં પણ પ્રતીત થયા વિના રહે નહિ. તેવે પ્રસંગે ‘ જેવા પૂજારી તેવા દેવ ’ એ ન્યાય સ્વાભાવિક રીતે અમલમાં આવે. તેવા પ્રસંગમાં તમારૂં શું કર્તવ્ય છે તે કહેવાની જોખમદારી લેવાને હું લાયક નથી. પરંતુ, એટલું
For Private and Personal Use Only