________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૨૭
નહિ, પણ ગુજરાતના ભાવી માટે સરખી ચિંતા રાખનારા એક મિત્રના બેલ ઉપર જેવું અને જેટલું ધ્યાન આપવાનું તમને ગ્ય લાગે તેવું અને તેટલું ધ્યાન પહોંચાડવાની કૃપા કરજે.
પશ્ચિમના દેશમાં સ્ત્રી અને પુરુષની સમાનતાને સવાલ આજ કેટલાં વર્ષો થયાં ચર્ચાય છે, અને રાજ્યજીવનમાં સરખા હક સંપાદન કરવા સારૂ સ્ત્રી જાતિની કેમલતાને ન છાજતા એવા કેટલાક પ્રયત્નો થતા પણ આપણા સાંભળવામાં આવે છે. આપણે ત્યાં સદ્ભાગ્યે આ સવાલ એ સ્વરૂપમાં ઉપસ્થિત થયે નથી, અને હું ધારું છું કે ઉપસ્થિત થવાનો સંભવ પણ જાજ છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે સ્ત્રી અને પુરુષ વચ્ચે જે સવાલ છે તે સમાનતા નથી. કેણુ કયા અંશમાં બીજાના પ્રમાણમાં વિશેષ છે તે સવાલ છે. એકબીજાની વિશેષતા એકબીજાથી સમજાય તે સમાન હકને પ્રશ્ન જ નહિ જે થઈ જશે અને જે કલેશ પશ્ચિમને સ્ત્રીસમાજ અત્યારે અનુભવે છે તેને છાંયે પણ આપણાથી દૂર રહેશે.
જ્ઞાનને માટે સ્ત્રી અને પુરુષ બન્નેને સરખે અધિકાર છે, કારણ કે બન્નેનામાં તે સંપાદન કરવાનું સરખું સામર્થ્ય છે. આ વાત મને એટલી તે નિવિવાદ લાગે છે કે તે સંબંધી કંઈ નિર્વચન કરવું તે પણ અત્યારે અસ્થાને છે. તેમ, નાનું મેટું, શારીરિક અથવા માનસિક બલની અપેક્ષા રાખતું, કોઈ પણ પ્રકારનું પરાક્રમ પુરુષ કરી શકે અને સ્ત્રી ન કરી શકે એવું પણ નથી. માનવજીવનના સર્વ પ્રદેશમાં, ગૃહ, ધર્મ, રાજ્ય, સાહિત્ય, એ સર્વમાં પુરુષના જેવું જ બલ, પૈર્ય અને દક્ષતા દર્શાવનારાં અનેક સ્ત્રીકૃની ઇતિહાસ સાખ પૂરે છે. માથે આવી પડે અથવા હૃદય ઉકળે ત્યારે સ્ત્રીનું પરાક્રમસામર્થ્ય પુરુષના કરતાં કઈ રીતે ઉતરતું રહેતું નથી એ ઈતિહાસસિદ્ધ છે.
તમારું આ મંડળ જ આ વાત સાબીત કરે છે. આઠ
For Private and Personal Use Only