________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૨૯
સુધી હજી અમારે ભેગવવાં પડશે. અમે અપરાધી છીએ તે અમે કબુલ કરીશું, પણ તેની સાથે અમે કહીશું કે આપણા આદ્ય રાજા અને ધર્મશાસ્ત્રના પ્રણેતા મનુમહારાજે તમને આપેલા હકપત્રનું અમે હજી સંરક્ષણ કરીએ છીએ, અને તેને પ્રતાપે અમે વાસ્તવિક રીતે અપરાધી છીએ, અમે અપરાધી છીએ તે તમે જાણે છે, તે છતાં અમે તમે પરસ્પર સભાવ રાખી શકીએ છીએ, અને એકબીજાને વિપત્તિની વખતે સહાયતા પણ આપી શકીએ છીએ.
તમે મને પૂછશે કે તે હકપત્ર કયું? તે હક ? હું તમને તે ટુંકામાં જણાવીશ. મનુમહારાજના પ્રમાણુથી ભૂગસંહિતાકાર ઉપદેશ કરે છે કે –
पितृभिर्भ्रातृभित्रैताः पतिभिर्देवरैस्तथा। पूज्या भूषयितव्याश्च बहु कल्याणमप्सुिभिः ।। यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥ शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम् । न शोचन्ति तु यत्रता वर्धते तद्धि सर्वथा ॥ जामयो यानि गेहानि शपन्त्यप्रतिपूजिताः। तानि कृत्याहतानीव विनश्यन्ति समन्ततः ॥ तस्मादेताः सदा पूज्याः भूषणाच्छादनाशनैः। भूतिकामैननित्यं सत्कारेषत्सवेषु च ॥
મg. ૨; ૬-૫s. પિતા, ભાઈ, પતિ, દેવર, જેમને બહુ કલ્યાણની ઈચ્છા હોય તેમણે સ્ત્રીઓ પૂજ્ય છે, ભૂષણદિકથી શણગારવાયેગ્ય છે.
જ્યાં પિતા વગેરે સંબંધીઓથી સ્ત્રીએ પૂજા પામે છે, ત્યાં દેવતા રમણ કરે છે, અને જ્યાં તેમનું પૂજન નથી થતું ત્યાં સર્વ ક્રિયાઓ નિષ્ફલ થાય છે. જે કુલમાં સ્ત્રી, પત્ની, દુહિતા, નુષા વગેરે સંબન્ધવાળી સ્ત્રીઓ દુઃખી હોય છે, તે કુલ શીધ્ર વિનાશને.
For Private and Personal Use Only