________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સ્ત્રીઓને સન્દશ.
ખીલી? આપણું પિતામાં જ સદાચાર, પુણ્યભાવના, હેત, સંપ, ભક્તિ, ઉદારતા કેટલાં વિકાસ પામ્યાં? બે હજાર વર્ષમાં ઉન્નતિક્રમની લ્હીનાં કેટલાં પગથી આપણે હડક્યાં ? ઉભાં રહે,
ભે જરા. દરેક જણ પિતા પોતાના અન્તરના ઓરડાઓમાં જાવ; ને જુવે ઝીણી નજરે. અહીં પુણ્ય ને પ્રભુતાની સ્થાપના છે કે બીજી કઈ ? અન્તરના મન્દિરમાં આત્મા દેવરૂપે વિરાજે છે કે દાનવરૂપે? આપણી પિતાપિતાની ભૂલો આપણે પિતપોતે જ જોઈ સુધારીએ તે બીજાને કહેવા વારે જ ન આવે.
દિવસે જતાં દુનિયા બદલાતી જાય છે. હેના રંગ રૂપ આકારમાં જમાનાઓના વહેવા સાથે હેટા ફેરફાર થતા જાય છે. સ્થળને ઠામે જળ અને જળને ઠામે સ્થળ, એવી મનુષ્યને હાથે થતી તેમજ કુદરતી ઉથલપાથલ ચાલ્યા જ કરે છે. છતાં કુદરતના અચલ નિયમે કંઈ બદલાયા છે? ગુરુત્વાકર્ષણ અને એવા બીજા પ્રાકૃતિક મહાસિદ્ધાંતે એવા ને એવા અવ્યહત જ રહ્યા છે, એવી જ રીતે મનુષ્યસ્વભાવના મૂલ અંશે પણ લગભગ અણુબદલાયેલા જ છે. મનુષ્યની ધર્મભાવના, મનુષ્યના રાગદ્વેષ, મનુષ્યની કર્તવ્યભાવના, મનુષ્યની શક્તિઓને વિભૂતિઓ, તેમજ તૃષ્ણા, લેભ, લાલસા, મદ, મોહ, કામ, એ ઐ તે એનાં એ જ છે, એ સૌ તે લગભગ સૃષ્ટિ જેટલાં જૂનાં જ છે. કુદરત અને મનુષ્યસ્વભાવનાં મૂળતત્વે વૃદ્ધ થતાં જ નથી, તેમને જરા અડકતી જ નથી.એ અંશે તે આદિથી જ સદા વનમાં ઘૂમે છે. બહેને! આટલે વર્ષેય આપણું કર્તવ્ય જૂનાં થયાં નથી, આપણા ધર્મ જરજરી ગયા નથી. આપણે તે કરવા અને પાળવાનાં છે. આપણી દૈવી સંપત્તિ પણ ખુટી ગઈ નથી, લૂંટાઈ ગઈ નથી. સદ્ સદુ સૈ શક્તિઓ એવી જ પૂરવનમાં છે.
ત્યારે અત્યારે તે આપણે સહેજ જરા વિચારી જોઈએ કે સ્ત્રી જાતિનાં કર્તવ્ય શાં છે? સંસારના કામની વહેંચણને પરિણામે
For Private and Personal Use Only